બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / rahul gandhi rs 20000 cr claim gautam adani says 26 billion stake sale money came in group firms

બિઝનેસ / '20 હજાર કરોડ કોના છે?', Adani એ આખરે આપી દીધો જવાબ, રાહુલ ગાંધી સતત પૂછી રહ્યા હતા આ સવાલ

Arohi

Last Updated: 01:18 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gautam Adani: અદાણી ગ્રુપે જણાવ્યું કે વર્ષ 2019થી અત્યાર સુધી તેમને પોતાની કંપનીમાંથી ભાગીદારી વેચવાથી 2.87 અરબ ડોલર મળ્યા છે. સાથે જ તેમાંથી 2.55 અરબ ડોલરને બિઝનેસમાં લગાવવામાં આવી ચુક્યા છે.

  • ગૌતમ અદાણીએ આપ્યો જવાબ 
  • ક્યાંથી આવ્યા 20 હજાર કરોડ 
  • રાહુલ ગાંધી સતત કરી રહ્યા હતા સવાલ 

અદાણી ગ્રુપની પાસે 20 હજાર કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? આ સવાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી પુછી રહ્યા છે. હવે તેનો જવાબ ગૌતમ અદાણીની કંપનીએ આપ્યો છે. અદાણી ગ્રુપે સોમવાર, 10 એપ્રિલે 2019થી લઈને અત્યાર સુધી પોતાની કંપનીઓની વેચવામાં આવેલી કુલ ભાગીદારીનો વ્યોરા સાર્વજનિક કર્યો. 

અદાણી ગ્રુપે જણાવ્યું કે વર્ષ 2019થી અત્યાર સુધી તેમને પોતાની કંપનીમાંથી ભાગીદારી વેચવાથી 2.87 અરબ ડોલર મળ્યા છે. સાથે જ તેમાંથી 2.55 અરબ ડોલરને બિઝનેસમાં લગાવવામાં આવી ચુક્યા છે. 

4 વર્ષનો હિસાબ કર્યો સાર્વજનિક 
એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપે પાછલા ચાર વર્ષનો સંપૂર્ણ હિસાબ સાર્વજનિક કરતા કહ્યું છે કે અબુ ધાબી સ્થિત ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની જેવા રોકાણકારોએ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તેમણે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ જેવા ગ્રુપની કંપનીઓમાં 2.593 અરબ ડોલરનું રોકાણ કર્યું છે. 

તેના ઉપરાંત કંપનીને પ્રમોટર્સએ 2.783 અરબ ડોલર ભેગા કરવા માટે કંપનીની ભાગીદારી વેચી. આ ભાગીદારી અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીન અનર્જી લિમિટેડથી વેચવામાં આવી હતી. 

રાહુલ ગાંધીએ શું દાવો કર્યો હતો? 
આ પહેલા એક બ્રિટિશ ન્યૂઝ પેપરએ ભારતના ડેટાનું એનાલિસિસ કરી એક રિપોર્ટ બનાવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાલના વર્ષોમાં અદાણી ગ્રુપમાં જેટલું એફડીઆઈ આવ્યું છે તેનો લગભગ અડધો ભાગ તેમના પરિવાર સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓથી આવે છે. 

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે "અદાણી અને તેમના પરિવાર સાથે જોડાયેલી ઓફશોર કંપનીઓએ 2017થી 2022ની વચ્ચે અદાણી ગ્રુપમાં ઓછામાં ઓછા 2.7 અરબ ડોલરનું ઈન્વેસ્ટ કર્યું છે." આ રકમ તે સમયે અદાણી ગ્રુપને મળેલા કુલ 5.7 અરબ ડોલરના કુલ એફડીઆઈના 45.4 ટકા છે. 
 
રિપોર્ટથી આ બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપને શેલ કંપનીઓથી 20 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે કહ્યું કે શેલ કંપનીઓ દ્વારા હજારો કરોડો રૂપિયાના વિદેશી પૈસા અદાણી ગ્રુપમાં ઈન્વેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક ભારતના ડિફેંસ સેક્ટરમાં પણ એક્ટિવ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ