બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / rahul gandhi attacks modi government over issue of permanent commission for woman lawyer snubs him

નિવેદન / સેનામાં મહિલાઓના મુદ્દાને લઈને PM મોદીને ઘેરવાના ચક્કરમાં રાહુલ ગાંધી ખુદ ફસાઈ ગયા

Mehul

Last Updated: 08:54 PM, 17 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સોમવારે મોદી સરકાર પર હુમલો બોલ્યો. તેઓએ મોદી સરકાર પર મહિલાઓના અપમાનનો આરોપ લગાવતા કહ્યું કે ભારતની મહિલાઓએ બીજેપી સરકારને ખોટી સાબિત કરી છે.

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સોમવારે મોદી સરકાર પર હુમલો બોલ્યો
  • સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનના SCના આદેશનો હવાલો આપી બીજેપીને ઘેરવાનો પ્રયાસ કર્યો
  • હાઇ કોર્ટના વકીલની સલાહ, કોર્ટના નિર્ણય પર રાજનીતિ ન કરવામાં આવે

જોકે, ટ્વિટર પર હાઇ કોર્ટના વકીલ નવદીપ સિંહે રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે હાઇ કોર્ટે પણ આમ નિર્ણય આપ્યો હતો અને 2010માં તત્કાલિન કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ગઇ હતી. તેઓએ કોર્ટના નિર્ણયો પર રાજનીતિ નહીં કરવાની સલાહ આપી દીધી.

 

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપી રાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો

રાહુલ ગાંધીએ સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવા અને કેન્દ્ર સરકારને પોતાની માનસિકતામાં બદલાવ લાવવાની સલાહ સંબંધી સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર પર હુમલો બોલ્યો. તેઓેએ ટ્વિટ કર્યું, સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ દલીલ આપી કે મહિલા આર્મી ઓફિસર કમાન્ડ પોસ્ટ અથવા પર્મનેન્ટ સર્વિસના યોગ્ય છે કે નહીં કેમકે તેઓ પુરુષોથી સામાન્ય છે. એવુ કરીને કેન્દ્ર સરકારે તમામ ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે. હું ભારતની મહિલાઓને અવાજ ઉઠાવવા અને બીજેપી સરકારને ખોટી સાબિત કરવા માટે ધન્યવાદ પાઠવું છું. 

હાઇ કોર્ટના વકીલની સલાહ- કોર્ટના નિર્ણય પર રાજનીતિ ન કરવામાં આવે

રાહુલ ગાંધીના ટ્વિટને રીટ્વિટ કરતા હાઇ કોર્ટના વકીલ નવદીપ સિંહે કહ્યું કે આવા મુદ્દાઓ અને કોર્ટના નિર્ણયો પર રાજનીતિ ન થવી જોઇએ. તેઓએ સાથે યાદ કરાવ્યું કે હાઇ કોર્ટના નિર્ણયને 2010ની તત્કાલિન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, વર્તમાન સરકારે નહીં. નોંધનીય છે કે 2010માં કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીમાં યુપીએની સરકાર હતી. 

 

સિંહે ટ્વિટ કર્યું, દિલ્હી હાઇકોર્ટે મહિલા ઓફિસરોને આ લાભ આપતા આદેશ આપ્યો હતો અને એ નિર્ણયની વિરુદ્ધ 2010માં અપીલ દાખલ કરી હતી. ત્યારે વર્તમાન સરકાર સત્તામાં નહોતી. મારુ માનવું છે કે આવા મુદ્દાઓ અને ન્યાયિક નિર્ણયો પર રાજનીતિ ન થવી જોઇએ. 

બીજેપીએ પણ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કોંગ્રેસને મહિલા વિરોધી ઠેરાવી છે. બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ ટ્વિટ કર્યું, રાહુલ ગાંધી, કઇ સરકારે ભારતીય મહિલાઓનું અપમાન કર્યું? શું આપ જાણો છો કે 2010માં મહિલા ઓફિસરોને લાભ આપનાર દિલ્હી હાઇ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ કોંગ્રેસની જ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હું ભારતની મહિલાઓને અવાજ ઉઠાવા અને કોંગ્રેસ સરકારને ખોટી સાબિત કરવા માટે ધન્યવાદ પાઠવું છું. 

 

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી હાઇ કોર્ટના આદેશ પર મહોર મારતા સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપવાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે જો કોઇ મહિલા ઓફિસર સ્થાયી કમિશન ઇચ્છે છે તો તેને એનાથી વંચિત ન રાખી શકાય. 

સુપ્રીમ કોર્ટ સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનની માંગ વાળી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે સામાજિક અને માનસિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને અવસરથી વંચિત રાખવી માત્ર ભેદભાવપૂર્ણ છે. પરંતુ આ અસ્વીકાર્ય છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાની નજર અને માનસિકતામાં બદલાવ લાવવો જોઇએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ