બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Extra / president-of-the-thakore-sena-does-not-join-the-president-for-reservation-at-gandhinagar

NULL / ગાંધીનગર ખાતે અનામત માટે ઠાકોર સેનાના ધરણામાં પ્રમુખ જ નહીં જોડાય

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આજે ડીસા ખાતે આવી પહોંચી હતી ત્યારે જે 24 અને 25 તારીખે જે 15 ટકા અનામતને લઈને ગાંધીનગર ખાતે ધરણા ઠાકોર સેના  દ્ધારા યોજવા જઇ રહ્યા છે તેમાં અલ્પેશ ઠાકોર પોતે ભાગ નહીં લે તેવુ જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે હું એકતા યાત્રામાં જોડાયેલો હોવાના કારણે હું ધરણામાં નહીં જઇ શકું. જોકે એકતા યાત્રાતો આવી કાલે પૂર્ણ થાય છે છતાં પણ તેમને બહાનું બતાવ્યું હતું.

વધુમાં તેમને જણાવ્યું હતું કે અનામત માટે અમારી પહેલેથી જ માંગણી હતી અને અમારી વસ્તી પ્રમાણે અમને અનામત આપવું પણ ટેક્નિકલમાં અને સંવિધાનમાં  આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ અલગ સમાજ માટે અનામત આપવામાં આવે અને આમ ખાલી ઠાકોર સેના'જ નથી જોડાવાની પણ તમામ સમાજ જોડાવાની છે અને મારા સમાજ માટે હું ગમે તે કરવા તૈયાર છું.

અલ્પેશ ઠાકોરની એકતાયાત્રાનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે અલ્પેશ ઠાકોરની એકતાયાત્રા વડગામ તાલુકામાં પહોંચી હતી. ગોરીયા સહિતના ગામોમાં અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

 અલ્પેશની એકતાયાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. અંબાજીથી 12 દિવસ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યાત્રા થશે. યાત્રા થકી લોકસભા ચૂંટણી પહેલા જન સમર્થન મેળવવા અલ્પેશે પ્રયાસ કર્યો હતો. 

જનસમર્થન દર્શાવી અલ્પેશની કોંગ્રેસ નેતાગીરી સમક્ષ પ્રેશરની રાજનીતિ કરી છે. કોંગ્રેસમાં યોગ્ય સન્માન ન મળી રહ્યું હોવાનું અલ્પેશે નિવેદન કર્યુ હતું. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે ફરી એકવાર મોચરો માંડ્યો છે. 

આ મોરચો માત્ર સરકાર સામે નહીં પરંતુ સાંકેતિક રીતે તેમના જ પક્ષ કોંગ્રેસ સામે પણ માંડ્યા હોવાની વાત છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં તેમની અવગણના થવાથી નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. 

એક તરફ અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી પણ વાત સામે આવી હતી. પરંતુ રાહુલ ગાંધી સાથેની મુલાકાત તેઓ કોંગ્રેસના કાર્યકમો કરતા જોવા મળી રહ્યા હતા અને તે ભાજપમાં જવાની વાતને રદિયો આપી દીધો હતો. પરંતુ તેમને કોંગ્રેસમાં મહત્વ ન મળતુ હોવાની વાતનો ગણગણાટ હતો. તેને લઈને તેમને શંકરસિંહ વાઘેલાના જેમ પોતાની શક્તિ બતાવવા પ્રયાસ કર્યો છે. 

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જ રહેતા શકિતદળના નામે પોતાની તાકાત બતાવી હતી. એ જ પ્રકારે હાલ લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ખાસ કરીને ઉત્તરગુજરાતમાં પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

જોકે આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ યાત્રાને સામાજિક યાત્રા ગણાવી હતી. ચૂંટણીઓ આવે ત્યારે યાત્રાઓ નીકળવી સામાન્ય હોય છે ત્યારે અલ્પેશ ઠાકોર ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે એકતાયાત્રા લઈને નીકળ્યા છે. 

અલ્પેશ ઠાકોરે અંબાજી મંદિરે પૂજા અને ધજા ચઢાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. 12 દિવસ ચાલનારી આ યાત્રાનું ગાંધીનગરમાં સમાપન થવાનું છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ ઠાકોર સેનામાં ફેરફાર કર્યાં છે. વળી ગરીબો અને દબાયેલા વર્ગ માટે એકતા યાત્રાએ નીકળેલા અલ્પેશ ઠાકોર પોતે એક વૈભવી કેરેવાનમાં રવાના થયા છે. 

આ વેનનો નજારો ફિલ્મસ્ટારને ટક્કર મારે તેવી છે. આ રીતની વાન લઈને તે ગરીબોની વાતો કરી રહ્યા છે ત્યારે તેમની સામે અનેક સવાલો ઉભા થયા છે. દબાયેલા લોકોની વાત લઈને નિકળેલા અલ્પેશ ઠાકોર પોતાની શક્તિ બતાવી રહ્યા છે ત્યારે તેમની આ વૈભવી વેન આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજકારણમાં શક્તિપ્રદર્શન કરવું તે મહત્વનું હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર પ્રયાસ કરી રહ્યા છે કે તેમની સાથે જનાધાર છે તે ભાજપ-કોંગ્રેસને દર્શાવી શકે છે. 

લોકસભામાં ઉત્તર ગુજરાતની બેઠકો પર ઠાકોર સમાજના મતદાતાઓ મહત્વના હોય છે ત્યારે સમાજના નામે યાત્રા યોજીને શક્તિ પ્રદર્શન કરી અલ્પેશ ઠાકોર તમામ પક્ષને પોતાનો સંદેશ આપવા માગે છે. જો કે હવે આ યાત્રા કોણે ફળે છે તે જોવાનુ રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ