ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / prasad of 1.47 lakh kg lemon and chilli pickle in vadtal

પરંપરા / વડતાલ ધામમાં બનાવયો 1 લાખ 47 હજાર કિલો અથાણાંનો પ્રસાદ,જાણો કેમ વર્ષોથી ચાલે છે આ પરંપરા

Published By: ParthB

Last Updated: 01:14 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે પરંપરાગત રીતે 1.47 લાખ કિલો લીંબુ - મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે .

ADVERTISEMENT

  • વડતાલ સ્વામીનારાયણ મંદિરની અનોખી પરંપરા
  • મંદિરમાં બનાવાય છે હરિભક્તો માટે અથાણાંનો પ્રસાદ
  • વર્ષોથી ચાલતી આવે છે અથાણાંની પરંપરા

સામાન્ય રીતે મંદિરોમાં લાડુ , પેંડા . મૈસુર , મગસ , મોહનથાળ વિગેરે પ્રકારની મીઠાઇનો પ્રસાદ આપવામાં આવતો હોય છે પરંતુ વડતાલધામમાં ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા લીંબુ - મરચાંના અથાણાને પ્રસાદ સ્વરૂપે હરિભક્તોને આપવામાં આવે છે . અહીના આથેલા મરચાંનો મહિમા છે . 90 હજાર કિલો મરચાં અને 30 હજાર કિલો લીંબુ શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ , સુરત અને અન્ય સ્થળોએથી લાંબા લીલા મરચાં આવે છે . તેને ધોયા બાદ 200 થી વધુ ભાઇ-બહેનો લીંબુ , મરચાં  કાપીને તેમાં હળદર ભેળવવામાં આવે છે અને અથાણાં માટે તૈયાર કરેલા લાકડાંની 100 ઉપરાંત કોઠીઓમાં ભરવામાં આવે છે . જેને બે માસ સુધી અથાવવામાં આવે છે જે બાદ આ અથાણું ભક્તોને પીરસવામાં આવે છે 

કેટલું મટીરીયલ વપરાયું

ચાલુ વર્ષે 90 હજાર કિલો મરચાં , 30 હજાર કિલો લીંબુ , 24 હજાર કિલો મીઠું અને 3 હજાર કિલો હળદરનો ઉપયોગ કરીને કુલ 1 લાખ 47 હજાર કિલો અથાણું બનાવવામાં આવ્યું છે .

પ્રથાની શરૂઆત

પહેલાના જમાનામાં લોકો દૂર - દૂરથી મંદિરમાં પગપાળા દર્શનાર્થે આવતા હતા તે સાથે જમવા માટે ભાથું પણ લઇને આવતા હતા . એ સમયે મંદિર પરિસરમાં બેસીને જમતા હતા 150 થી 200 વર્ષથી વડતાલ મંદિર તરફથી મરચાં અને છાસ આપવામાં આવતી હતી . ત્યારથી આ પરંપરા ચાલી આવે છે 

અથાણાં સ્વામી તરીકે ઓળખાય છે કૃષ્ણજીવન દાસજી સંત

વડતાલ મંદિરમાં તમામ કક્ષાના વિભાગો સંતોને સોંપવામાં આવ્યા છે અને તે વિભાગ ના કામથી તે ઓળખતા હોય છે જોકે આ અથાણાં બનવવાનું કામ 50 થી 60 વર્ષ સુધી સંભાળનાર સંત કૃષ્ણજીવન દાસજી સંપ્રદાયના અથાણાં સ્વામી તરીકે આજે પણ ઓળખાય છે

સંકળાયેલા મુદ્દાઓ

Pickle Prasad vadtal vadtal Swaminarayan temple અથાણું ગુજરાતી ન્યૂઝ પ્રસાદ વડતાલ વડતાલ સ્વામિનારાયણ મંદિર Vadtal Swaminarayan temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ