બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar Jethva Dynasty Darbar Gadh Historical Building

રસપ્રદ / પોરબંદરની ઐતિહાસિક ઈમારત, જેઠવા વંશના રાજવીઓની સૂજ-બૂજ સાથે કલા અને સંસ્કૃતિ ઝલક, સિંહનું મારણ ચિત્ર જોવા જેવુ

Vishnu

Last Updated: 07:11 AM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાથીઓ માટે હાથીખાના અને યુદ્ધ માટે સૈનિકોને પણ આ જ દરબાર ગઢના કિલ્લામાં અપાતી હતી તાલીમ, શાસન કરી ચૂકેલા રાજા અને રાણીઓના ચિત્રો પણ જોવા મળે

  • રાજવીઓએ પોરબંદરને આપી છે અનેક ભેટ 
  • 100 વર્ષમાં બે વખત દરબાર ગઢ બનાવામાં આવ્યો
  • ચિત્ર પરથી બરડા ડુંગરમાં સિંહો હોવાની સાબિતી

કૃષ્ણ સખા સુદામા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ પોરબંદરમાં જેઠવા વંશના અલગ અલગ રાજવીઓએ પોરબંદર પર રાજ કર્યું છે અને તેમના શાસનકાળમાં તેમને પોરબંદરને અનેક ભેટ આપી છે. રાજવીઓએ પોતાની સૂજ-બૂજ સાથે કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ઐતિહાસિક ઇમારતો તૈયાર કર્યા હતા ત્યારે આજે આપણે એવી જ એક ઇમારતની વાત કરીશું..

ઇતિહાસની સાક્ષી પૂરે છે દરબાર ગઢ 
આ છે ગુજરાતના સૌથી લાંબા દરિયા કિનારે વસેલું પોરબંદર શહેર.. અહીં રાજાશાહીના સમયમાં જેઠવા વંશના રાજવીઓએ રાજ કર્યું હતું. તેમના રાજમાં બનાવાયેલા અનેક ઐતિહાસિક ઇમારોતો આજે પણ એ રાજવીઓની ઝાંખી કરાવે છે. જેઠવા વંશના રાજવીઓ સૌપ્રથમ ઘુમલીને પોતાની રાજધાની બનાવી ત્યારબાદ ક્રમશ: ઘુમલી, રાણપણ અને બાદમાં છાયાને પોતાની રાજધાની બનાવી હતી. પોરબંદરનો વિકાસ અને વસ્તી વધતા શહેરની મધ્યે વિશાળ રાજધાની બનાવા માટે ઇ.સ 1685માં દોઢ એકર જગ્યામાં રાણા સરતાનજી પ્રથમે શીતલા ચોક ખાતે માત્ર બે જ વર્ષમાં મોટો રાજમહેલ તૈયાર કર્યો અને શીતલા ચોક દરબાર ગઢ ખાતે રાજધાની ફેરવી હતી. સમય જતાં પોરબંદરમાં વેપાર ઉદ્યોગ વધવા લાગ્યા અને વહીવટ કરવા માટે રાજવીએ પોતાની રાજધાનીનું વિસ્તરણ કરવાનો નિર્ણય કરતા ઇ.સ.1785માં રાણા સરતાનજી દ્વિતિયએ તૈયાર કર્યો હતો એટલે 100 વર્ષમાં બે વખત આ દરબાર ગઢ બનાવામાં આવ્યો હતો.

જેઠવા વંશની પ્રતીતિ
જેઠવા વંશના વિવિધ રાજવીઓએ પોરબંદરને અનેક ભેટ આપી છે. તેમની સૂજ-બૂજથી કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક ઐતિહાસિક ઇમારતો તૈયાર થયા હતા. આ વિશાળ કિલ્લામાં અનેક કામો થતા.. હાથીઓ માટે હાથીખાના અને તેમને યુદ્ધ માટે તાલીમ અપાતી હતી.. સાથે સૈનિકોને પણ આ જ કિલ્લામાં યુદ્ધની તાલીમ અપાતી હતી.. આ ઉપરાંત પોરબંદરના રાજવીઓ પાસે ચિત્તા સિંહ જેવા જંગલી પ્રાણીઓ પણ હતા. જેનું ખરીદ અને વેચાણ આ જ કિલ્લામાં થતું હતું..આ ગઢ બે વિભાગમાં વહેંચાયેલો હતો એક રાજા મહેલ અને બીજો રાણી મહેલ તરીખે ઓળખાતો હતો. કાઠિયાવાડી, રાજપૂત અને યુરોપિયન સ્ટાઇલથી આ રાજમહેલ તૈયાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત મહેલના બારી, દરવાજામાં વપરાયેલું સાગનું લાકડું આજની તારીખે પણ ખૂબ સારી હાલતમાં જોવા મળે છે. ગઢની શોભા વધારવા નિયોક્લાસિકલ સટાઇલના ફુવારા પણ લગાવામાં આવ્યા હતા આજે પણ આ ફુવારા જોવા મળે છે.

જંગલમાં સિંહ દ્વારા મારણ કરતું એક ચિત્ર
પોરબંદરના રાજવી પોતાની સુજ-બૂજની સાથે કલા અને સંસ્કૃતિથી પણ જાણીતા હતા. રાજવીએ તૈયાર કરેલા આ મહેલમાં એક રૂમ એવો પણ છે કે જેમાં વિવિધ કલાઓના દર્શન થાય છે. જેમાં કલાકારોએ પોરબંદરના વિવિધ સુપ્રસિદ્ધ સ્થળોના ચિત્રો દિવાલ પર બનાવ્યા છે. આ ઉપરાંત પોરબંદરમાં સાશન કરી ચૂકેલા રાજા અને રાણીઓ આ ચિત્ર પણ આ ઓરડામાં જોવા મળે છે. સાથો સાથ પોરબંદરના બરડા જંગલમાં સિંહ દ્વારા મારણ કરતું એક ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્ર પરથી બરડા ડુંગરમાં સિંહો હોવાની સાબિતી પુરી રહ્યું છે.

જુઓ VIDEO


હાલ તો આ ગઢ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયો છે. પરંતુ રાજવીઓએ તૈયાર કરેલા આ ઐતિહાસિક ઇમારતો આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં તૈયાર કરેલી ઇમારતોને પાછળ છોડી દે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ