બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / poonam pandey and husband sam bombay embroiled in legal battle

મનોરંજન / પૂનમ પાંડે ફરી મુશ્કેલીમાં: 100 કરોડનો માનહાનિ કેસ દાખલ, મોતના ખોટા ખેલમાં પતિ પણ ફસાયો

Arohi

Last Updated: 10:05 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Poonam Pandey: પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બે હવે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. તેના પર 100 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

  • પૂનમ પાંડે ફરી મુશ્કેલીમાં
  • પૂનમ પર 100 કરોડનો માનહાનિનો કેસ 
  • મોતના નકલી ખેલમાં પતિ પણ ફસ્યા 

પૂનમ પાંડે આ મહિનાની શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. તેની નકલી મોતની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી. પહેલા ખબર આવી કે સર્વાઈકલ કેન્સરથી તેમનું મોત થઈ ગયું છે. પરંતુ બીજા જ દિવસે એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે તે જીવિત છે અને તેણે આમ કેન્સર પ્રતિ જાગૃકતા ફેલાવવા માટે કર્યું હતું. હવે આ મામલા પર તે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ છે અને સાથે જ પતિ સેમ બોમ્બે પણ લપેટામાં આવી ગયા છે. 

પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બે હવે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. તેમના પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ નોંધાયો છે. મુંબઈના રહેવાસી ફૈજાન અંસારીએ 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ નોંધ્યો છે. તેમાં દંપતિ પર મોતની ખોટી સાઝિસ રચવા અને તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી દ્વારા પબ્લિસિટી જોડવાનો આરોપ લગાવ્યો છે. 

બોલિવુડની છવિને બગાડી 
પોતાની એફઆઈઆરમાં ફેઝાન અંસારીએ આરોપ લગાવ્યો છે કે પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બેએ પબ્લિસિટી મેળવવા માટે કેન્સર જેવી ગંભીર બીમારીને લઈને લોકોમાં સીરિયસનેસ ઘટાડવા અને પોતાના મોતની ખોટી ખબરનો ડ્રામા ઉભો કરવાનું કામ કર્યું છે. ફેઝાને ફરિયાદમાં લખ્યું કે પૂનમ પાંડેએ પોતાની આ હરકતોથી કરોડો ભારતીયનો વિશ્વાસ તોડ્યો છે. સાથે જ બોલિવુડના લોકોની છવિ પણ ખરાબ કરી છે. 

વધુ વાંચો: શું દુખ હતું? કંગના રનૌતની એક્ટ્રેસ ઘરમાં પંખે લટકી ગઈ, નામ-દામ-પ્રતિષ્ઠા બધું રાખમાં રોળાયું

અરેસ્ટ વોરંટ જાહેર કરવાની અપીલ 
ફેઝાને પોતાના અરેસ્ટ વોરંટમાં અપીલ કરી છે કે, પોતે સિવિલ લાઈન્સ કાનપુર કોર્ટ પહોંચીને પુનમ અને તેમના પતિ સેમ બોમ્બે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ નોંધાવી રહ્યા છે. તેમની એક કોપી તેમણે કાનપુર પોલીસ કમિશ્નરને પણ આપી છે. ફેઝાને પોતાની FIR કોપીમાં પૂનમ પાંડેના સામે અરેસ્ટ વોરંટ જાહેર કરવાની અપીલ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ