બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ, તો ફટાફટ પતાવી દેજો આ કામ, 23 જાન્યુઆરી છે છેલ્લી તારીખ

તમારા કામનું / જો તમારું પણ આ બેંકમાં છે એકાઉન્ટ, તો ફટાફટ પતાવી દેજો આ કામ, 23 જાન્યુઆરી છે છેલ્લી તારીખ

Last Updated: 09:50 AM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ નેશનલ બેન્કમાં જો તમારું એકાઉન્ટ છે તો સમાચાર ખાસ તમારા માટે છે. જો તમારું પંજાબ નેશનલ બેન્કમાં ખાતું હોય તો 23 જાન્યુઆરી પહેલા KYC બાકી હોય તો કરવી લે જો.

આજકાલ બેન્કિંગ સેક્ટરના વધતાં જતાં વ્યાપ અને ઓનલાઈન વધતી જતી સુવિધાઓ વચ્ચે સમયાંતરે બેન્કમાં KYC કરાવવું જરૂરી બની જાય છે.RBIની ગાઈડલાઈન અનુસાર, તમામ ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે. જો તમે કેવાયસી સમયસર નથી કરાવતા તો તમારા એકાઉન્ટને લગતી સેવાઓ સ્થગિત થઈ જાય છે અને તમારા મહત્ત્વના કામ અટકી જાય છે.

એવામાં પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેન્કના ખાતેદારો માટે મોટા સમાચાર છે કે જો તમારું પણ આ બેન્કમાં ખાતું છે અને તમે હજુ સુધી KYC અપડેટ કરાવ્યું નથી, તો તમારી પાસે 23 જાન્યુઆરી, 2025 સુધી સમય છે અપડેટ કરાવવા માટે જેથી તેના ખાતાનું સારી રીતે સંચાલન થઈ શકે. આ એ ખાતેદારો માટે છે જેમને તેમના એકાઉન્ટનું KYC 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરાવ્યું ના હોય.

KYC અપડેટ

પબ્લિક સેક્ટરના પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ બેન્કમાં ખાતુ હોય તો સાવધાન થવાની જરૂર છે. નહિતર તમારું એકાઉન્ટ જલ્દી જ બંધ થઈ શકે છે. તમે હજુ સુધી KYC અપડેટ કરાવ્યું નથી, તો તમારી પાસે 23 જાન્યુઆરી, 2025 સુધી સમય છે.

પંજાબ નેશનલ બેન્કે કહ્યું છે કે, RBIની ગાઈડલાઈન અનુસાર, તમામ ગ્રાહકો માટે KYC અપડેટ કરવું જરૂરી છે. બેન્કે ગ્રાહકોને કહ્યું કે, તે પોતાનું KYC 23 જાન્યુઆરી, 2025 સુધીમાં અપડેટ કરી દે, જેથી તેના ખાતાનું સારી રીતે સંચાલન થઈ શકે. એ એવા ગ્રાહકોને લાગુ પડે છે જેના એકાઉન્ટનું KYC 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં થવાનું હતું.

KYC માટે કઈ વિગતો આપવી?

PNBના ખાતેદારોને KYC માટે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, તાજેતરનો ફોટોગ્રાફ, PAN/ફોર્મ 60, આવકનો પુરાવો, મોબાઈલ નંબર સબમિટ કરવાની રહેશે. આ તમે PNB One/Internet Banking Services (IBS) અથવા તમારી હોમ બ્રાન્ચમાં રજિસ્ટર્ડ ઈ-મેલ/પોસ્ટ દ્વારા 23 જાન્યુઆરી સુધી પણ કરી શકશો.

વધુમાં, જો નિર્ધારિત સમયની અંદર KYC વિગતો અપડેટ કરવામાં નહીં આવે તો એકાઉન્ટને સંલગ્ન સર્વિસમાં વિક્ષેપ પડી શકે છે. કોઈ પણ ખાતેડાર મદદ માટે નજીકની પંજાબ નેશનલ બેન્કની શાખાની મુલાકાત લઈ શકે છે અથવા ઓફિશિયલ વેબસાઇટ https://www.pnbindia.in પર જઈ શકે છે.

વધુ વાંચો: તમને પણ આ ચીજોનું સેવન કરવાની છે આદત, તો ચેતી જજો! નહીંતર લિવર થઇ શકે છે ડેમેજ

KYC શું છે?

KYC એ કોઈપણ બેંક અથવા કંપની માટે ગ્રાહકની ઓળખ સુનિશ્ચિત કરવાની એક જરૂરી પ્રક્રિયા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ગ્રાહકોએ KYC પ્રક્રિયાને અનુસરવી જરૂરી છે. ખાતું ખોલાવ્યા પછી પણ બેંક અથવા કંપની તરફથી સમયાંતરે KYC અપડેટના મેસેજ આવતા રહે છે જેથી ખાતેદારની સાચી વિગતો મળતી રહે અને જો એકાઉન્ટ ધારકની માહિતીમાં કોઈ ફેરફાર હોય તો તે પણ બેન્કમાં અપડેટ કરીને બેન્કની કામગીરી સરળ બનાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KYC RBI PNB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ