બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમને પણ આ ચીજોનું સેવન કરવાની છે આદત, તો ચેતી જજો! નહીંતર લિવર થઇ શકે છે ડેમેજ
Last Updated: 08:36 AM, 15 January 2025
લિવર આપણા શરીરનું એક એવું અંગ છે જે શરીરને ડિટોક્સિફાય કરવા માટે સખત મહેનત કરે છે. જો લિવર સરખી રીતે કામ નથી કરતું તો તે જીવલેણ બની શકે છે. લિવરમાં દુખાવો લિવરની સમસ્યાનું નિશાની હોઈ શકે છે. વ્યક્તિને પેટના ઉપરના જમણા ભાગમાં, જમણા ખભાના ઉપરના ભાગમાં અથવા પાંસળીના સૌથી નીચલા ભાગની નજીક પીઠના મધ્ય ભાગમાં લિવરમાં દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારા આહારમાં આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ભૂલશો નહીં જેથી લિવર સુરક્ષિત અને સ્વસ્થ રહે. તમારા લિવરને સ્વસ્થ રાખવા માટે, આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
ADVERTISEMENT
ફળનો જ્યુસ: જો તમે તમારા લિવરને સ્વસ્થ રાખવા માંગતા હો, તો ખાંડનું સેવન ઓછું કરો અથવા બંધ કરો. ખાસ કરીને ફળોનો જ્યુસ ન પીવો જોઈએ. જ્યુસમાં ખાંડનું પ્રમાણ વધારે અને ફાઈબર ઓછું હોવાથી તે તમારા બ્લડ સુગરને વધારી શકે છે અને તમારા લિવર પર દબાણ લાવી શકે છે. ફળોના જ્યુસને બદલે નેચરલ ફળ ખાવાનું રાખો.
ADVERTISEMENT
બીજ(seed oil) તેલ: તમારા લિવરને સ્વસ્થ રાખવા માટે, તમારા ખોરાકમાં કોઈપણ બીજ (seed oil) તેલનો ઉપયોગ કરવાનું ટાળો. ઓમેગા-૬ ફેટી એસિડથી ભરપૂર હોવાના લીધે આ તેલ શરીરમાં બળતરા ઉત્પન્ન કરે છે જે લિવરના કામને અવરોધે છે. આના બદલે, તમારા ખોરાકમાં ઓલિવ તેલ જેવા સ્વસ્થ વિકલ્પો પસંદ કરો.
વધુ વાંચો: ચહેરા પર લીંબુ રગડનારા લોકો ચેતે! કેન્સરની સંભાવના, સ્કીન એક્સપર્ટનો મોઢું ઉતરી જાય તેવો ખુલાસો
પ્રોસેસ્ડ ફૂડ: સૌથી પહેલા તો તમારા ડાયેટમાંથી પ્રોસેસ્ડ ફૂડને દૂર કરો. અને જો પ્રોસેસ્ડ ફૂડમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ થયો હોય તો તેનું ભૂલથી પણ સેવન ના કરો. આમાં એવા રસાયણો હોય છે જેને ડિટોક્સિફાય કરવા માટે લિવરને વધુ મહેનત પડે છે. માટે લિવરને આરામ આપવા માટે નેચરલ કે પ્રોસેસ વગરનું ફૂડ ખાવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.