બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / PM modi will give speech from red fort after sunset

ઐતિહાસિક ઘટના / PM મોદી આજે રચશે નવો ઇતિહાસ, સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી સંબોધન કરનાર બનશે પ્રથમ વડાપ્રધાન

Dhruv

Last Updated: 07:51 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શીખ ગુરુ તેગબહાદુરના 400માં પ્રકાશ પર્વ નિમિત્તે PM મોદી આજે સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી સંબોધન કરનાર પ્રથમ વડાપ્રધાન બનશે.

  • સૂર્યાસ્ત બાદ લાલ કિલ્લા પરથી આજે PM મોદી કરશે સંબોધન
  • શીખ ગુરુ તેગબહાદુરના 400માં પ્રકાશ પર્વ નિમિત્તે સંબોધન કરશે
  • આજે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે

ગુરૂ તેગ બહાદુરની 400મી જયંતિ નિમિત્તે ગુરુવારના રોજ આજ રાતે પીએમ મોદી એક નવો ઈતિહાસ સર્જશે. મુઘલ યુગના સ્મારક લાલ કિલ્લા પર સૂર્યાસ્ત બાદ ભાષણ આપનારા નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે. PM મોદી આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. જો કે, વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી નહીં પરંતુ લૉનમાંથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

મુઘલ શાસક ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો

સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ કિલ્લામાંથી જ મુઘલ શાસક ઔરંગઝેબે 1675માં શીખોના નવમા ગુરુ ગુરુ તેગ બહાદુરને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો, આ જ કારણ છે કે લાલ કિલ્લો તેમની 400મી જન્મજયંતિના સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. લાલ કિલ્લાની કિલ્લા પ્રાચીર એ જગ્યા છે કે જ્યાંથી વડાપ્રધાન સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરે છે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ગુરુવારે આજે રાત્રે 9:30 કલાકે ભાષણ આપશે. સ્વતંત્રતા દિવસ સિવાય આવું બીજી વખત બનશે કે જ્યારે પીએમ આ ઐતિહાસિક સ્મારક પરથી ભાષણ આપશે.

2018 માં તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા આઝાદ હિંદ સરકારની રચનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન સવારે 9 વાગ્યે હતું. ગુરુવારના આજના આ કાર્યક્રમમાં 400 શીખ સંગીતકારોના પરફોર્મન્સ જોવા મળશે અને લંગર પણ હશે. અધિકારીઓએ જણાવ્યું કે મોદી આ પ્રસંગે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

લાલ કિલ્લાની નજીક ચાંદની ચોકમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ આવેલું છે. આ તે સ્થળ પર બનાવવામાં આવ્યું છે કે જ્યાં મુઘલોએ ગુરુ તેગ બહાદુરનું માથું કાપી નાખ્યું હતું, એવું કહેવાય છે કે, ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ, જે સંસદની નજીક છે, તેમના સ્મશાન સ્થળ પર બનાવવામાં આવ્યું હતું.

દેશભરના 11 મુખ્યમંત્રીઓ અને અગ્રણી શીખ નેતાઓ હાજરી આપશે

લાલ કિલ્લાની નજીક ચાંદની ચોકમાં ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ સ્થિત છે. આ તે જગ્યાએ બાંધવામાં આવેલ છે કે જ્યાં મુઘલોએ ગુરુ તેગ બહાદુરનું માથું કાપી નાખ્યું હતું. એવું કહેવાય છે કે, ગુરુદ્વારા રકાબ ગંજ સાહિબ કે જે સંસદ પાસે આવેલ છે, તેમના સ્મશાન સ્થળ પર બનાવવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બુધવારના રોજ આ કાર્યક્રમની શરૂઆત કરશે. જેમાં દેશભરના 11 મુખ્યમંત્રીઓ અને અગ્રણી શીખ નેતાઓ પણ હાજરી આપશે. જેમાં 400 શીખ 'જત્થેદારો' ના પરિવારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં અમૃતસરના સુવર્ણ મંદિરના લોકો પણ સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ