બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / PM Modi to be felicitated with Lokmanya Tilak Award, Pawar will also be present on the same stage for the first time after NCP split

મોદી-પવાર એકસાથે / PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરવામાં આવશે સન્માનિત, NCPમાં તૂટ બાદ પહેલીવાર પવાર પણ એ જ મંચ પર હશે ઉપસ્થિત

Pravin Joshi

Last Updated: 03:01 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પુરસ્કાર ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સહિત અન્ય વડાપ્રધાનોને આપવામાં આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ એવોર્ડ વિવિધ ક્ષેત્રના નેતાઓને દેશમાં તેમના યોગદાન માટે આપવામાં આવે છે.

  • PM મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાશે
  • શરદ પવાર અને અજીત પવાર એકસાથે કાર્યક્રમમાં ભાગ લેશે
  • લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના રોજ કાર્યક્રમ


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના વડા શરદ પવાર પહેલીવાર 1 ઓગસ્ટે સાથે જોવા મળશે. કાકા શરદ પવાર સામે બળવો કરનાર ભત્રીજો અજિત પવાર પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પુણે સ્થિત તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે સોમવારે આ માહિતી શેર કરી હતી. તિલક સ્મારક મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રોહિત ટિળકે જણાવ્યું હતું કે ટ્રસ્ટ લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના રોજ એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી ચીફ શરદ પવારને એક મંચ પર લાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રસ્ટ એ દિવસે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે, જ્યારે એનસીપીના વડા શરદ પવાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે.

અનિલ દેશમુખની ધરપકડ પર શરદ પવારે ભાજપને આપી ધમકી, કહ્યું દરેક દિવસ, દરેક  કલાકની કિંમત વસૂલીશું | maharashtra sharad pawar attacked on bjp and modi  government over anil ...

જાણો કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહેશે

રોહિત તિલકે જણાવ્યું હતું કે સમારોહમાં જે અગ્રણી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે પણ ટ્રસ્ટી તરીકે હાજર રહેશે. ટ્રસ્ટના અધ્યક્ષ દીપક તિલક દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. જે પહેલા હિંદ સ્વરાજ સંઘ તરીકે ઓળખાતું હતું.

Topic | VTV Gujarati

મોદી અને પવાર મોટી ઉથલપાથલ પછી એકસાથે

મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય વિકાસને ધ્યાનમાં રાખીને મોદી અને શરદ પવાર એક મંચ વહેંચવાની સંભાવનાને મહત્ત્વ આપે છે. કારણ કે એનસીપીમાં વિભાજન થયા પછી જ્યારે મોટાભાગના ધારાસભ્યોએ અજિત પવારનો સાથ આપ્યો અને એકનાથ-ભાજપ સરકારમાં જોડાયા. આવી સ્થિતિમાં શરદ પવારે પાર્ટીમાં ભ્રષ્ટાચાર અંગેની ભૂતકાળની ટિપ્પણીઓને લઈને મોદી પર વારંવાર નિશાન સાધ્યું છે. કારણ કે પાર્ટીથી અલગ થયેલા ઘણા ધારાસભ્યો કેન્દ્રીય એજન્સીઓની તપાસનો સામનો કરી રહ્યા છે. પવારે શનિવારે એક રેલીમાં પુનરોચ્ચાર કર્યો કે વડા પ્રધાને હવે તેમની સામે પગલાં લેવા જોઈએ.

આખરે કાકા શરદ પવારે ભત્રીજા અજિતને આ રીતે બતાવી દીધો પોતાનો પાવર |  maharashtra how sharad pawar able to change ajit pawar mind

કોંગ્રેસના નેતા ટ્રસ્ટના ઉપપ્રમુખ છે

તિલક સ્મારક મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રોહિત તિલક કોંગ્રેસના નેતા છે. રોહિત કસ્બા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. તેમણે કહ્યું કે આ એવોર્ડ સમારોહ બિનરાજકીય છે. આમાંથી કોઈ અર્થ ન લેવો જોઈએ. પીએમ મોદીએ એવોર્ડ માટે પોતાની સંમતિ આપી દીધી છે. એવોર્ડ લેવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમમાં હાજર રહેશે. શરદ પવારે પણ આ કાર્યક્રમમાં તેમની હાજરીની પુષ્ટિ કરી છે, જેઓ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. તિલકે કહ્યું કે આ કાર્યક્રમનું આયોજન થોડા મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું.

અટલ બિહારી વાજપેયીની પહેલી પસંદ હતા મોદી, જાણો તે વખતે કેવી રીતે ચૂંટાયા  હતા ગુજરાતના CM | Atal Bihari Vajpayee first choice was Modi

આ પુરસ્કાર ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ પણ મળ્યો છે

રોહિત તિલકે કહ્યું કે આ પુરસ્કાર ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સહિત અન્ય વડાપ્રધાનોને આપવામાં આવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આ એવોર્ડ વિવિધ ક્ષેત્રના નેતાઓને દેશમાં તેમના યોગદાન માટે આપવામાં આવે છે. તે એનઆર નારાયણમૂર્તિ, જી માધવન, ડૉ. કોટી હરિનારાયણ, સાયરસ પૂનાવાલા અને પ્રકાશ આમટે સહિતના વિજ્ઞાન અને સામાજિક ક્ષેત્રના નેતાઓને પણ આપવામાં આવ્યું છે.

PM મોદી પાસે કેટલી સંપત્તિ? PMO તરફથી જાહેર કરવામાં આવ્યા આંકડા, પોતાનું  મકાન, વાહન કે જમીન નથી | How much wealth does PM Modi have? According to  the figures released by the

કોંગ્રેસ નેતા રોહિત તિલકે પીએમ મોદીના વખાણ કર્યા 

ટ્રસ્ટના ઉપપ્રમુખ રોહિત તિલકએ જણાવ્યું હતું કે આ એવોર્ડમાં સ્મૃતિ ચિહ્ન, પ્રમાણપત્ર અને 1 લાખ રૂપિયા છે. તિલકના મતે 'વડાપ્રધાન મોદીનું જીવન અને કાર્ય લોકમાન્ય તિલકના પ્રયાસો સાથે નજીકથી મળતા આવે છે. રોહિત તિલકે કહ્યું કે, લોકમાન્ય તિલકે 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈશ' એવી સ્પષ્ટ હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આનાથી એક ડગલું આગળ વધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના સૌથી નબળા અને સામાન્ય વર્ગોને સાથે લઈને સુરાજ્ય સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે. ટ્રસ્ટના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની વિકાસ નીતિઓ, માનવ કેન્દ્રિત અભિગમ, નાણાકીય સમાવેશથી લઈને સામાજિક સુરક્ષા, આરોગ્યસંભાળથી લઈને આવાસ યોજના સુધી દેશના લોકોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસના નેતા રોહિત તિલકે કહ્યું, 'ભારતના વિકાસના માર્ગે છેલ્લા નવ વર્ષમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. મોદીએ કોવિડ રસીના ઉત્પાદનમાં ભારતને વૈશ્વિક નકશા પર મૂક્યું છે. તેમના અથાક પ્રયાસોને કારણે આપણા દેશમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ શક્ય બન્યું. તેમણે કહ્યું કે એ જાણવું પ્રશંસનીય છે કે 140 કરોડની વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાને મહામારી દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે જરૂરી દરેક પગલા લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ