બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / PM modi say somthing in man ki bat program

"મન કી બાત" / કોરોના જતો રહ્યો છે તેવા ભ્રમમાં ન રહેતા : મન કી બાતમાં PM મોદીએ કરી અપીલ

Ronak

Last Updated: 12:50 PM, 27 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં આ વખતે લોકોને સામેથી સવાલ કર્યા. સાથેજ તેમણે વેક્સિન લેવા લોકોને અપીલ કરી અને કહ્યું કે કોરોના જતો રહ્યો છે તેવા ભ્રમમાં ન રહેતા

  • મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્રનું સંબોધન 
  • અલગ રીતે વડાપ્રધાને આપ્યું સંબોધન
  • વેક્સિન લગાવા લોકોને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન આપ્યું. પરંતુ આ વખતનો કાર્યક્રમમાં તેઓ થોડા અલગ અંદાજમાં જોવા મળ્યા. વડાપ્રધાને કહ્યું કે દરેક કાર્યક્રમમાં લોકો મંને પ્રશ્ન પૂછતા હોય છે. પરંતુ આ વખતે તેમણે લોકોને પ્રશ્નો કર્યા હતા.

મિલ્ખા સિંહનો ઉલ્લેખ 

સૌથી પહેલો સવાલ તેમણે એવો કર્યો હતો કે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌથી પહેલો ભારતીય કોણ હતો. તે સિવાય તેમણે એવો પણ સવાલ કર્યો કે અત્યાર સુધીમાં ભારતે કઈ રમતમાં સૌથી વધારે મેડલ જીત્યા છે. તેમણે ટોકિયો ઓલમ્પિકના મહાન ખેલાડી મિલ્ખા સિંહને યાદ કર્યા હતા. 

 

વેક્સિન લગાવા અપીલ 

આ કાર્યક્રમમાં વડાપ્રધાને વેક્સિન પર ચર્ચા કરી હતી. જેમા તેમણે મધ્યપ્રદેશના એક રહેવાસીને વેક્સિનેશનને લઈને સવાલ કર્યો. તેણે વેક્સિન નહોતી મુકાવી જેથી વડાપ્રધાને તેને એમ કહ્યું કે મે અને મારી માતાએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. જેથી તમને પણ વીનંતી કરુ છું કે તમે પણ વેક્સિન લગાવો. 

કોરોના જતો રહ્યો તેવા ભ્રમમાં ન રહેતા : PM મોદી 

વેક્સિનેશન મામલે વડાપ્રધાને એવું પણ કહ્યું કે જો કોઈ તમને એવું કહે કે કોરોના જતો રહ્યો છે તો તે ભ્રમમાં તમે ન રહેતા. તેમણે કહ્યું કે કોરોના એક એવી બિમારી છે કે જે ગમે ત્યારે રંગ બદલી શકે છે. વડાપ્રધાને કહ્યું કે કોરોનાથી બચવાના હાલ બે રસ્તા છે. જેમા પહેલો રસ્તો એ છે કે તમે વેક્સિન લગાવો અને બીજો રસ્તો એ છે કે તમે માસ્ક પહેરીનેજ રાખો સાથેજ બધીજ ગાઈડલાઈનનું પાલન કરવું પણ ઘણું જરૂરી છે. 

ગ્રામ્ય વિસ્તારોમાં ક્વોરન્ટિન સેન્ટર બનાવાની અપીલ 

વડાપ્રધાને ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને અપીલ કરી છે કે જ્યારે તેમનો નંબર આવે ત્યારે તેઓ વેક્સિન અચૂક લગાવે. સાથેજ તેમણે એવી અપીલ પણ કરી છે, કે ગ્રામ્ય વિસ્તારોમાં ક્વોરન્ટીન સેન્ટર બનાવામા આવે. વધુંમાં તેમણે એવું કહ્યું કે ચોમાસાની આ સિઝનમાં આપણે પાણીનો વેડફાટ બચાવાનો છે. ઉપરાંત તેમણે આયુર્વેદ ઉપર પણ ચર્ચા કરી હતી. 

ડૉક્ટર દિવસનો ઉલ્લેખ

આગામી 1 જુલાઈના રોજ ડૉક્ટર દિવસ છે જેથી તેમણે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર વિધાનચંદ્ર રોયને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આ મહામારીના સમયમાં અમુક લોકો એવા પણ છે કે જેઓ ડૉક્ટરોની મદદ કરી રહ્યા છે. તેમણે ગુરુપ્રસાદ મહાપાત્રાને યાદ કરીને કહ્યું કે તેઓ પોતાની ચિંતા કર્યા વગર ઘણા મોર્ચા સામે લડ્યા હતા. 

મૃતકોને શ્રદ્ધાંજલી 

ઉલેલ્ખનીય છે કે સમગ્ર મામલે વડાપ્રધાને એવું કહ્યું હતું કે જે લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તે લોકોને આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીને શ્રદ્ધાંજલી આપવી જોઈએ. વડાપ્રધાને ગુરુપ્રસાદે લખેલી ઈ-બુકના વખાણ કર્યા. સાથેજ તેમણે કહ્યું તેઓ આ બુકને નમો એપ પર અપોલડ પણ કરશે. અંતમાં તેમણે ઈન્ડિયા ફર્સ્ટનો મંત્ર આપ્યો અને કહ્યું આપણા દરેક નિર્ણય તેના આધાર પર હોવા જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ