બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 4 August 2020
ADVERTISEMENT
પારિજાતનું વૃક્ષ ખૂબ સુંદર હોય છે. જેના ફુલો ભગવાન હરિના શૃંગાર અને પૂજનમાં વપરાય છે આથી આ ફુલોને હરિસિંગાર પણ કહેવાય છે. હિંદુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ છે તેને અડવા માત્રથી થાક દુર થઈ જાય છે.
આ વૃક્ષની ઉંચાઈ 10થી 25 ફુટ હોય છે. આની ખાસિયત એ છે કે વૃક્ષ પર મોટા જથ્થામાં ફુલો આવે છે. અઢળક ફુલો તોડ્યા બાદ પણ બીજા દિવસે પણ મોટા જથ્થામાં ફુલો ઉગે છે. આ વૃક્ષ મધ્ય ભારત અને હિમાલયની તળેટીમાં વધારે ઉગે છે.
ADVERTISEMENT

આ ફુલો રાતે ઉગે અને સવારે તમામ ફુલો ખરી જાય છે. આને રાતની રાણી પણ કહેવામાં આવે છે. હરિસિંગારનું ફુલ પ. બંગાળનું રાજકીય પુષ્પ પણ છે. દુનિયામાં ફક્ત 5 પ્રજાતિ છે આ વૃક્ષની.
ADVERTISEMENT
દેવી લક્ષ્મીને આ ફુલ અત્યંત પ્રિય છે. તેમની પુજા સમયે આ ફુલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. ખાસ બાબત એ છે કે પૂજામાં પારિજાતના એ જ ફુલ વપરાય છે જે જાતે ખરી પડ્યા હોય. તેને તોડવા પ્રતિબંધિત છે. 14 વર્ષના વનવાસ દરમિયાન માતા સીતા હરિશૃંગારથી જ પોતાનો શૃંગાર કરતા હતા.
બારાબંકી જિલ્લાના પારિજાતના વૃક્ષને મહાભારતકાલીન મનાય છે જે લગભગ 45 ફુટ ઉંચુ છે. માન્યતા એ પણ છે કે આ વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉદ્ભવ્યુ હતુ. જે ઇન્દ્રએ પોતાની વાટિકામાં લગાવ્યુ હતું. અજ્ઞાત વાસમાં કુંતીએ પારિજાતથી શિવની આરાધના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઈચ્છા માટે અર્જુન સ્વર્ગથી વૃક્ષ લઈ આવી અહીં સ્થાપિત કર્યું હતુ. ત્યારથી તેની પુજા કરવામાં આવે છે.
ADVERTISEMENT

હરિવંશ પુરાણમાં પારિજાતને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. માન્યતા એ પણ છે કે સ્વર્ગલોકમાં આને સ્પર્શવાનો અધિકાર માત્ર ઉર્વશી નામની અપ્સરાને હતો. જેને સ્પર્શવાથી ઉર્વશીનો થાક ઉતરી જતો હતો. આજે પણ લોક માને છે કે આની છાયામાં બેસવાથી થાક ઉતરી જાય છે.
ADVERTISEMENT
તેનું ઔષધીય મહત્વ પણ છે. રોજના એક બીજના સેવનથી બવાસીર રોગમાંથી મુક્તિ મળે છે. હાર્ટ માટે તેનું ફુલ ઉત્તમ છે. તેના સેવનથી હાર્ટની બિમારીથી બચી શકાય છે. એટલુ જ નહીં તેના પાનને મધમાં પીસીને પીવાથી શરદી , ખાંસીમાંથી મુક્તિ મળે છે. તેમજ તેના પાનથી ત્વચાના રોગોમાંથી મુક્તિ મળે છે.
અયોધ્યામાં પીએમ મોદીનો કાર્યક્રમ
ADVERTISEMENT
- 5 ઑગસ્ટની સવારે દિલ્હીથી રવાના.
- સવારે 9: 35 થી વિશેષ વિમાન દિલ્હીથી ઉડાન કરશે.
- લખનઉ એરપોર્ટ પર સવારે 10: 35 વાગ્યે ઉતરાણ.
- સવારે 10:40 કલાકે અયોધ્યાથી પ્રસ્થાન.
- સવારે 11:30 વાગ્યે અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર ઉતરાણ.
- સવારે 11:40 વાગ્યે હનુમાનગઢી પહોંચશે અને 10 મિનિટ સુધી પૂજા કરશે.
- રાત્રે 12 વાગ્યે રામ જન્મભૂમિ કેમ્પસમાં પહોંચવાનો કાર્યક્રમ.
- 10 મિનિટમાં રામલાલા વિરાજમાનના દર્શન.
- બપોરે 12.15 વાગ્યે રામલાલા કેમ્પસમાં પારિજાત વૃક્ષનું વૃક્ષારોપણ
- બપોરે 12:30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમનું ઉદ્ઘાટન
- બપોરે 12:40 વાગ્યે રામ મંદિરના શિલાન્યાસની સ્થાપના.
- બપોરે 2:05 વાગ્યે સાકેત કોલેજ હેલિપેડ માટે રવાના.
- હેલિકોપ્ટર બપોરે 2:20 વાગ્યે લખનૌ ઉડાન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.