બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Politics / pm modi asks ministers to compile lists of central welfare schemes achievements

BIG NEWS / દિલ્હી પહોંચતા જ PM મોદી એક્શનમાં! તમામ મંત્રાલયોને આપ્યા મોટા આદેશ, કહ્યું- તાત્કાલિક કરો આ કામ

Pravin

Last Updated: 09:56 AM, 13 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મનંત્રાલયોને અનૂસૂચિત જાતિ અને જનજાતિ, યુવાનો અને મહિલાઓના સંબંધમાં છેલ્લા સાત વર્ષમાં સરકારની ઉપલબ્ધીઓનું લિસ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

  • પીએમ મોદીએ આપ્યા આ આદેશ
  • દેશભરમાં કરશે પ્રચાર
  • આ ચૂંટણીમાં ખૂબ સાથ મળ્યો હોવાનું અનુમાન

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. તે એ વાત સારી રીતે જાણે છે કે, સોશિયલ વેલફેયર સ્કીમોનો લાભ લેનારા લોકોએ આ વખતે ખૂબ સમર્થન કર્યું છે. આ જ કારણ છે કે, પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મનંત્રાલયોને અનૂસૂચિત જાતિ અને જનજાતિ, યુવાનો અને મહિલાઓના સંબંધમાં છેલ્લા સાત વર્ષમાં સરકારની ઉપલબ્ધીઓનું લિસ્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપલબ્ધિઓનું અધ્યયન કરવા માટે મંત્રીઓને એક ગ્રુપ બનાવાની પણ વાત કહી છે. 

પીએમ મોદી આવ્યા એક્શનમાં

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પીએમઓએ તમામ સંબંધિત મંત્રાલયો પાસેથી ડેટા માગ્યા છે કે, દેશભરમાં કેટલી સોશિયલ સ્કીમ ચાલી રહી છે. તેનો કેટલા લોકોએ ફાયદો લીધો અને તેના માટે અત્યાર સુધીમાં કેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્રની આ યોજના એ છે કે, તેનો દેશભરમાં પ્રચાર કરવામાં આવે. ઉપરાંત સરકારે આ તમામ યોજનાઓ વિશેનો પણ પ્લાન માગ્યો છે, જેને લોન્ચ કરવાની યોજના બનાવી છે. 

9 માર્ચે પ્રધાનમંત્રીએ આ નવી યોજના વિશે વાત કરી હતી

નામ ન બતાવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, 9 માર્ચે ભાજપની એક કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ આ નવી યોજના વિશે વાત કરી હતી અને હાજર તમામ મંત્રીઓને કહ્યું કે, કેમ કે, તેમના મંત્રાલય સમાજથી વંચિત વર્ગો માટે કામ કરી રહ્યું છે, અને તેમના વાર્ષિક બજેટનો એક મહત્વપૂર્ણ ભાગ આ વર્ગો માટે ખર્ચ કરવામાં આવ્યો હતો, એટલા માટે પોતાની ઉપલબ્ધીઓને એકઠી કરવાનું યોગ્ય રહેશે અને તેમના નોડલ મંત્રાલયોને મોકલવાનું રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે નોડલ મંત્રાલય છે, જ્યારે જનજાતિય મામલાના મંત્રાલય અનુસૂચિત જનજાતિઓથી સંબંધિત મામલાને જોવે છે. આ ઉપરાંત મહિલા બાળ વિકાસ, યુવા અને ખેલ મામલાનું પણ અલગ મંત્રાલય છે. 

જનતા માટે કેટલાય પ્રકારની યોજના લઈને આવી કેન્દ્ર સરકાર

કહેવાય છે કે, પીએમ મોદીએ આ વાત પર ભાર આપ્યો હતો કે, તમામ મંત્રાલયે આ વર્ગો માટે કલ્યાણમાં યોગદાન કરે છે. ઉદાહરણ માટે વંચિત વર્ગોને સબ્સિડીવાળા રસોઈ ગેસ સિલેન્ડર આપવા માટે ઉજ્જવલા યોજનાની વ્યવસ્થા પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે અને તેનાથી મહિલા અને ગરીબ પરિવારોને લાભ મળે છે. કેટલાય અન્ય મંત્રાલયો પણ પોતાના બજેટનો એક મોટો ભાગનો ઉપયોગ લોકોની જરૂરિયાત પુરી કરવા માટે થાય છે. પછી તે ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત રોજગાર આપવા માટે અથવા નાણાકીય સહાય માટે જન ધન બેંક ખાતા બનાવાનું હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ