બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi Addressed by virtual in surat Natural Farming Conclave

પ્રાકૃતિક કૃષિ સંમેલન / PM મોદીએ કર્યા ગુજરાતનાં વખાણ, કહ્યું 'ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના મિશનમાં સુરતની સફળતા દેશ માટે ઉદાહરણરૂપ'

Dhruv

Last Updated: 12:27 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ સુરતમાં યોજાયેલા 'પ્રાકૃતિક કૃષિ સંમેલન'માં ગુજરાતના વખાણ કરતા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા ખેડૂત સાથીઓ અને સરપંચ સાથીઓને અભિનંદન પાઠવ્યા.

  • સુરતમાં આજે યોજાયું 'પ્રાકૃતિક કૃષિ સંમેલન'
  • PM મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
  • ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી આગળ વધી રહી છે: PM

સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે 'પ્રાકૃતિક કૃષિ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત સહિત CR પાટીલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમમાં ખુદ PM મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા છે.

ગુજરાત દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે: PM

મહત્વનું છે કે, રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં PM મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં થોડાંક મહિના પહેલાં જ નેચરલ ફાર્મિંગના વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન થયું હતું. આ આયોજનમાં પૂરા દેશના ખેડૂતો જોડાયા હતા. પ્રાકૃતિક ખેતીને લઇને દેશમાં કેટલું મોટું અભિયાન ચાલી રહ્યું છે તેની ઝલક તેમાં જોવા મળી હતી. ત્યારે આજે એકવાર ફરી સુરતમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ એ એ વાતનું પ્રતિક છે કે ગુજરાત કેવી રીતે દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે. દરેક ગ્રામ પંચાયતમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના મિશનમાં સુરતની સફળતા પૂરા દેશ માટે એક ઉદાહરણ બનવા જઇ રહી છે. એની માટે હું સુરતના લોકોને વિશેષ અભિનંદન પાઠવું છું.'

પ્રાકૃતિક ખેતી આર્થિક સફળતાનું પણ એક માધ્યમ છે: PM

વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી આગળ વધી રહી છે. હું પ્રાકૃતિક ખેતી મિશનને ખૂબ નજીકથી જોઇ રહ્યો છું. પ્રાકૃતિક ખેતી આર્થિક સફળતાનું પણ એક માધ્યમ છે. હું પ્રાકૃતિક ખેતી સંમેલનના આ અવસર પર આ અભિયાન સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, આપણા દરેક ખેડૂત સાથીઓને અનેક-અનેક શુભકામના પાઠવું છું. જે ખેડૂત સાથીઓ અને સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું અભિનંદન પાઠવું છું.'

પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય આવ્યો છે: CM

આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 'કોરોનાની મહામારીમાં પણ ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશનની વ્યવસ્થા કરાઈ. પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય આવ્યો છે. PM મોદીએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું કહ્યું છે. અત્યારના રોગોમાંથી બહાર આવવું હોય તો તેનો ઇલાજ પ્રાકૃતિક ખેતી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ