બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / PM kisan samman nidhi yojna installment check beneficiary status

કામની વાત / PM kisan યોજનાના લાભાર્થી ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જાણો ક્યાં સુધીમાં આવી જશે પૈસા!

Manisha Jogi

Last Updated: 02:56 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 14માં હપ્તા માટે તારીખ જાહેર થઈ શકે છે. આ યોજનામાં શામેલ થનાર નવા ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરવાની રહેશે.

  • 14માં હપ્તા માટે તારીખ જાહેર થશે. 
  • ટૂંક સમયમાં અરજી કરવાની રહેશે. 
  • વાર્ષિક 6,000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 14માં હપ્તા માટે તારીખ જાહેર કરી શકે છે. એપ્રિલ અને જુલાઈ 2023 વચ્ચે આ હપ્તો જાહેર થવાની સંભાવના છે. 26 ફેબ્રુઆરી 2023ના રોજ 13મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજનામાં શામેલ થનાર નવા ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરવાની રહેશે. જે ખેડૂતોએ પહેલેથી અરજી કરી છે, તેઓ અપડેટ મેળવી શકે છે. ખેડૂતોને સહાય આપવામાં આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક 6,000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર 4 મહિને 2 હજારનો હપ્તો જમા કરવામાં આવે છે. 

યોજના માટે કરો અરજી
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં રજિસ્ટર કરવા માટે સૌથી પહેલા આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in ની મુલાકાત લો. વેબસાઈટના હોમપેજ પર Farmer કોર્નરમાં જઈને New Farmer Ragister’ પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો. હવે “Click Here To Continue” ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ ‘YES’ પર ક્લિક કરીને પીએમ કિસાન રજિસ્ટ્રેશન ફોર્મ 2023 ભરો અને સબમિટ કરીને તેની એક પ્રિન્ટઆઉટ મેળવી લો. 

કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે?
આ યોજનામાં નોંધણી કરવા માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, નાગરિકતા પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો તથા અન્ય ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે. ઉપરાંત જે બેન્ક એકાઉન્ટમાં કિસાન સમ્માન નિધિની રકમ મેળવવા માંગો છો, તે બેન્ક એકાઉન્ટની વિગત આપવાની રહેશે. તમારે એક મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. આ નંબર તમામ અપડેટ અને મેસેજ આવશે. 

લાભાર્થીની પરિસ્થિતિની તપાસ કરો
જે લોકોએ પહેલેથી જ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં અરજી કરી છે, તે લોકોએ અપડેટ મેળવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. તે માટે સૌથી પહેલા પીએમ કિસાન પોર્ટલ પર જાવ અને તેમાં ‘Farmer’ કોર્નરમાં જઈને ‘લાભાર્થી સૂચિ’ પર ક્લિક કરો. જ્યાં તમારે તમારું રાજ્ય, જિલ્લો, ઉપ જિલ્લો, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ ‘રિપોર્ટ મેળવી લો’ ટેબ પર ક્લિક કરો. આ રિપોર્ટમાં તમને લાભાર્થીની અપડેટ વિશે પણ જાણકારી મળી જશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ