બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારી પર્સનલ ચેટ કોઈ નહીં વાંચી શકે! WhatsAppમાં ઓન કરી લો આ પ્રાઈવસી ફિચર
5 ફોટો ગેલેરી
Last Updated: 10:58 PM, 7 May 2025
1/5
વોટ્સએપમાં એક એવું ફીચર છે જેના દ્વારા તમે કોઈ ખાસ ચેટને વધુ પ્રાઇવેટ બનાવી શકો છો. આ ફીચરનું નામ એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી છે. જો તમે ઈચ્છો છો કે તમારી કોઈ ખાસ વાતચીત કે તેમાં મોકલવામાં આવેલ ફોટો કે વીડિયો કોઈ બીજું ન જોઈ શકે, તો તમે આ ફીચરને ઑન કરી શકો છો. તેના માટે ચેટના નામ પર ટેપ કરો અને પછી એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી પસંદ કરો.
2/5
તમારી ચેટ હિસ્ટ્રી અને ફોટો-વીડિયો ને Google Drive કે iCloud પર સુરક્ષિત રાખવા માટે તમે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ચાલુ કરી શકો છો. તેનાથી તમારું બેકઅપ માત્ર તમે જ જોઈ શકો. તેને ચાલુ કરવા માટે સેટિંગ્સમાં જઈને ચેટ્સ પર ક્લિક કરો. પછી “ચેટ બેકઅપ” અને ત્યારબાદ “એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ”ને ઑન કરો.
3/5
વોટ્સએપમાં એવું પણ ફીચર છે જેના દ્વારા તમે નક્કી કરી શકો કે તમને કોણ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે. જો કોઈ એવો વ્યક્તિ તમને ગ્રુપમાં ઉમેરવાનો પ્રયાસ કરે છે જેને તમે મંજૂરી આપી નથી, તો તેને પહેલાં તમને એક આમંત્રણ મોકલવું પડશે, જેને તમે સ્વીકારો કે નકારો તે તમારી ઈચ્છા મુજબ રહેશે.
4/5
5/5
તમે એવા ફોટો કે વીડિયો મોકલી શકો છો જેને રિસીવરને માત્ર એકવાર જ જોવા મળી શકે. એકવાર જોવામાં આવી જાય પછી તે ચેટમાંથી ગાયબ થઈ જશે અને તેને સેવ કે ફોરવર્ડ કરવો શક્ય નહીં હોય. આ ઉપયોગ કરવા માટે જ્યારે તમે ફોટો કે વીડિયો મોકલતાં હોવ ત્યારે “1” ના આઇકન પર ટેપ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ