બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અક્ષય તૃતીયા પર અક્ષય યોગનો દુર્લભ સંયોગ આ જાતકો પર કરશે ધનવર્ષા, તમારી રાશિ તો નથી ને!
7 ફોટો ગેલેરી
Last Updated: 10:43 AM, 30 April 2025
1/7
સન 2025 ની અક્ષય તૃતીયાને જ્યોતિષ દ્રષ્ટિએ અત્યંત શુભ ગણવામાં આવી રહી છે કારણકે આ દિવસે એક એવો યોગ બની રહ્યો છે જે છેલ્લા 24 વર્ષમાં બીજીવાર બનવાનો છે. છેલ્લે 26 એપ્રિલ 2001 ના રોજ આ યોગ બન્યો હતો. જેને અક્ષય યોગ કહેવામાં આવે છે. અક્ષય યોગ એટલે એવો યોગ કે જેના ફળો ક્યારેય સમાપ્ત થતા નથી. એટલે કે આ યોગના લાભો જીવનભર ટકી રહે છે. આ કારણે આ યોગ ખાસ કરીને લાભદાયી અને શુભ માનવામાં આવે છે.
2/7
આ રાશિના જાતકો માટે આ અક્ષય તૃતીયા આર્થિક રીતે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. તમે જો કોઈ રોકાણ કે સંપત્તિ સંબંધિત નિર્ણયો લેવા માંગો છો તો આ સમય ખૂબ જ શુભ છે. નોકરીમાં નવા અવસરો મળી શકે છે અથવા હાલની નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપાર કરતા લોકોને અચાનક નફો અથવા નવી ડીલ્સ મળી શકે છે. ઘરમાં ખુશહાલી રહેશે અને કોઇ શુભ સમાચારથી ઘરમાં ખુશીની લાગણી રહેશે.
3/7
આ રાશિના જાતકો માટે આ યોગ ભાવનાત્મક સંતુલન અને માનસિક શાંતિ લાવશે. ચંદ્ર એ રાશિ સ્વામી હોવાથી આ યોગનો અસર વધુ જ જોઇ શકાય. આવકના નવા માર્ગ ખુલશે અને જો ધન ક્યાંક અટકાયું હશે તો તે પાછું મળવાની શક્યતા છે. આરોગ્યમાં પણ સુધારો જોવા મળશે. જૂના રોગો પણ સાજા થવાની સંભાવના છે. તમે તમારા માનસિક અને આર્થિક પાસાને મજબૂત બનાવી શકશો.
4/7
આ સમય તમારા માટે કારકિર્દી સંબંધિત સ્થિરતા અને વૃદ્ધિ માટે અનુકૂળ છે. જો તમે લાંબા સમયથી સારી તકની રાહ જોઇ રહ્યા છો તો હવે તમારો પરિશ્રમ સફળ બની શકે છે. નોકરી બદલાવ કે પ્રમોશનના યોગ છે. વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ છે. ધાર્મિક અને આધ્યાત્મિક રૂચિ વધી શકે છે અને કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત શક્ય છે. વેપારમાં ભાગીદારીથી નફો મળવાની સંભાવના છે.
5/7
આ રાશિના જાતકો પર આ યોગનો વિશેષ પ્રભાવ પડશે કારણ કે આ રાશિના સ્વામી પોતે ગુરુ છે. નસીબ સાથ આપશે અને અટકેલા કામો ઝડપથી આગળ વધશે. જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો અથવા ઉચ્ચ અભ્યાસ અંગે યોજના બનાવી રહ્યાં છો તો આ સમય ખૂબ જ અનુકૂળ છે. આર્થિક રીતે સ્થિરતા આવશે અને રોકાણથી લાભ મળશે. તમારા લક્ષ્યો હાંસલ કરવા માટે હવે તમે વધુ નજીક પહોંચી શકો છો.
6/7
આ રાશિના જાતકો માટે આ અક્ષય યોગ આધ્યાત્મિક તેમજ આર્થિક રીતે પણ અનુકૂળ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જે જીવનના વિવિધ નિર્ણયો લેવા માટે મદદરૂપ બનશે. કુટુંબમાં પ્રેમ અને સમજૂતી વધશે અને લગ્નજીવનમાં પણ સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. અટકેલી યોજના હવે પૂર્ણ થઈ શકે છે. સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થવાની સંભાવના છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
હવામાન અપડેટ / રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ટોપ સ્ટોરીઝ