રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગ વચ્ચે ભારત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે, રશિયાએ ભારતને મોટી ઓફર આપી છે. જેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત
આજે પણ કિંમતોમાં સ્થિરતા રહી
જો આવું થશે તો ભાવમાં સ્થિરતા રહેશે
ઈંટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં રેકોર્ડ ઉછાળાના કારણે અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝળ મોંઘુ થઈ જશે. તો વળી ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં તાજેતરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેટલાય યુરોપિય દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓયલ ખરીદવાનું બંધ કરી દીધું છે. તો વળી રશિયાએ ભારતના ડિસ્કાઉંટ પર ક્રૂડ ઓયલ આપવાની ઓફર પણ આપી છે. ત્યારે આવા સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળવાની શક્યતાઓ વધી ગઈ છે. જો રશિયા ભારતને સસ્તાભાવે તેલ આપશે તો, આશા છે કે, ભારતમાં પેટ્રોલના ભાવ સ્થિર થઈ જશે.
આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ખતમ થયા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળાની વચ્ચે ભારતીય તેલ કંપનીઓ આજે એટલે કે, 15 માર્ચે પણ ફ્યૂલ રેટ્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. IOCLની લેટેસ્ટ અપડેટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં 15 માર્ચે પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, વાહન ઈંધણ પર લાગતા વૈટના કારણે દરેક રાજ્યમાં અલગ અલગ રેટ હોય છે.
આવી રીતે ચેક કરો પેટ્રોલ અને ડીઝલના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલની કિંમતના આધાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ અપડેટ થતાં રહે છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોમાં સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે અલગ અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.
SMS દ્વારા ચેક કરો શહેરોના ભાવ
આપ એક SMS દ્વારા રોજ પોતાના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છે. તેના માટે ઈંડિયન ઓયલના ગ્રાહકો RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલી શકે છે. પોતાના શહેરનો RSPN કોડ જાણ માટે અહીં ક્લિક કરો...https://iocl.com/petrol-diesel-price