ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / રાજસ્થાનની સતત બીજી જીત, પંજાબ આર્ચર-ંસંદીપ સામે નતમસ્તક થયું

પંજાબ હાર્યું / રાજસ્થાનની સતત બીજી જીત, પંજાબ આર્ચર-ંસંદીપ સામે નતમસ્તક થયું

Last Updated: 11:48 PM, 5 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PBKS vs RR Full Match Highlights : રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ADVERTISEMENT

PBKS vs RR Full Match Highlights : રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 205 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 67 રનની અડધી સદીની ઇનિંગ રમી, જ્યારે રિયાન પરાગે પણ 43 રનની તોફાની ઇનિંગ રમી. બીજી તરફ, પંજાબ માટે નેહલ વાઢેરાએ સારું પ્રદર્શન કર્યું પરંતુ શ્રેયસ ઐયર ફ્લોપ રહ્યો હતો.

જોફ્રા આર્ચર સામે પંજાબનો ટોપ ઓર્ડર હાર્યો

આ મેચમાં પંજાબ કિંગ્સને 206 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરતી વખતે, પંજાબ ટીમનો ટોપ ઓર્ડર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો. ઇનિંગના પહેલા જ બોલ પર, જોફ્રા આર્ચરે પ્રિયાંશ આર્યને ક્લીન બોલ્ડ કર્યો. શ્રેયસ ઐયરે આવતાની સાથે જ વિસ્ફોટક બેટિંગ કરી, પરંતુ આર્ચરે પહેલી ઓવરના છેલ્લા બોલ પર ઐય્યરને ક્લીન બોલ્ડ કર્યો.

પંજાબના બેટ્સમેન ફ્લોપ

પંજાબ ટીમની મુશ્કેલીઓ ત્યારે વધી ગઈ જ્યારે પ્રભસિમરન સિંહ પણ 17 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે ટીમ માર્કસ સ્ટોઈનિસ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહી હતી, ત્યારે આ ડેશિંગ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો. પંજાબની હાલત એટલી ખરાબ હતી કે 43 રનના સ્કોર સુધીમાં તેણે 4 વિકેટ ગુમાવી દીધી હતી. નેહલ વાઢેરા અને ગ્લેન મેક્સવેલે 78 રનની ભાગીદારી સાથે પંજાબની જીતની આશા વધારી હતી, પરંતુ બંનેએ બે બોલમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. વાઢેરાએ 62 રન અને મેક્સવેલે 30 રન બનાવ્યા.

પંજાબ જીતની હેટ્રિક ચૂકી ગયું

પંજાબ કિંગ્સે IPL 2025 માં અત્યાર સુધી પોતાની બંને મેચ જીતી છે. પહેલી મેચમાં તેણે ગુજરાત ટાઇટન્સને 11 રનથી હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં તેણે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટથી હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. પંજાબની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવીને જીતની હેટ્રિક મેળવી શકી હોત, પરંતુ અંતે તેને 50 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો. આ રાજસ્થાનનો સતત બીજો વિજય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Royals Punjab Kings PBKS VS RR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ