બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Path of happiness opened for 5 zodiac signs

Budh Gochar 2023 / જીદંગીને માણવા થઈ જાઓ તૈયાર.! ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર: આ 5 રાશિના જાતકો માટે ખુશીઓનો પટારો ખૂલ્યો

Kishor

Last Updated: 08:06 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધના કર્ક રાશિમાં ગોચરને લઈને આ દિવસોમાં મીન, તુલ, વૃષભ,કન્યા અને મકર સહિત 5 રાશિના લોકો પર જાણે ખુશીઓનો વરસાદ થઈ શકે છે.

  • બુધના કર્ક રાશિમાં ગોચરને લઈને 5 રાશિના જાતકોને જબરો ફાયદો
  • 8 જુલાઈથી બુધે કર્યું છે કર્ક રાશિમાં ગોચર 
  • ધનના ઢગલા અને ખુશીઓનો વરસાદ થવાની શકયતા

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોનો રાજકુમાર ગણવામાં આવે છે અને તેમને બુદ્ધિ અને તર્કની સંજ્ઞા પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં બુધ મજબૂત હોય છે તેમની બુદ્ધિ તેજ હોય છે અને તેના આધારે તે દરેક કાર્યમાં આસાનીથી સફળતા હાંસલ કરી લેતા હોય છે. દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે કુંડળીમાં બુધની મજબૂતી જરૂરી હોય છે. આવા લોકોની વિચારવાની સમજણ શક્તિ પણ ગજબની તેજ હોય છે. ત્યારે 8 જુલાઈથી બુધ ગ્રહે રાત્રે 12:05 કલાકે કર્ક રાશિમાં ગોચર કરી લીધું છે. જેને લઈને આ દિવસોમાં પાંચ રાશિના લોકો પર તો જાણે ખુશીઓનો વરસાદ થાય તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે કઇ કઈ રાશિના લોકોને ફાયદો થશે આવો જાણીએ વિસ્તારથી! 

આજથી બદલાઇ જશે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય, બુધની ચાલમાં થશે મોટો ફેરફાર | Budh  Gochar 2023 mercury transit in aries 10 may 2023


મીન
બુધના ગોચરને મીન રાશિના લોકોના અંગત જીવન માટે અનુકૂળ ગણવામાં આવી રહ્યું છે. આ દિવસો દરમિયાન મીન રાશિના લોકોને આંતરિક ઊર્જામાં વધારો થઈ શકે છે. તો ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન પણ થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. બીજી તરફ જે લોકોએ હજુ સુધી લગ્ન નથી કર્યા તેઓના લગ્નની પણ બાધા દૂર થઈ શકે છે. તેમજ વેપાર દ્વારા સારી કમાણીના પણ સંજોગો જોવા મળી રહ્યા છે અને અંગત જીવનમાં સહકારાત્મક પરિવર્તન આવી શકે છે.

તુલા
આ દિવસો દરમિયાન તુલા રાશિના જાતકોના  જીવનમાં પણ ઘરા પરિવર્તન આવી શકે છે. તેમાં નવી નોકરીથી માંડી અને પૈસા, પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તેમજ જૂની નોકરીમાં પ્રમોશન અથવા આયાત નિકાસના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે તો આ દિવસો સોનેરી માનવામાં આવી રહ્યો છે.

અખાત્રીજ બાદ બદલાઈ જશે આ 7 રાશિના લોકોની કિસ્મત, બંધ પડેલા ધંધામાં પણ મળશે  સફળતા | Budh Vakri Gochar 2023 these seven zodiac will shine like sun


વૃષભ
વૃષભ રાશિના લોકોને પણ બુધનું ગોચર ફળશે. આ ગોચર દરમિયાન ઘણા પૈસા કમાવવાની તક મળી શકે છે. ઉપરાંત મહેનતના આધારે વ્યવસાયનો વિકાસ પણ સોળે કળાએ ખીલી શકે છે. તથા આર્થિક પાસુ મજબૂત બની શકે છે તો નોકરીયાત વર્ગને ઉપરી કર્મચારીઓ પ્રત્યે સહયોગ મળશે અને જીવનસાથી સાથે સાથે સારો તાલમેલ જોવા મળશે.

કન્યા
બુધ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકો માટે ધન કમાવાના પૂરેપૂરા સંજોગો જોવા મળે છે. તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવા તો ઠીક પણ કારકિર્દીથી સંતુષ્ટ રહે તેવું પણ દેખાઈ રહ્યું છે. વધુમાં વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. અને પગારમાં પણ વધારો થાય તથા સ્વાસ્થ્ય સારું રહી તેવુ જાણકારો જણાવી રહ્યા છે.

મકર 
મકર રાશિના લોકો માટે પણ બુધ ગ્રહના રાશિ પરિવર્તનની સીધી અસર પડી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થાય તથા સ્વાસ્થ્ય સારું રહે અને જીવનસાથી સાથે સાથે તાલમેલ બંધાઈ તથા આવકના પણ ઘણા સ્ત્રોતો ઊભા થાય તેવું જોવા મળે છે. પરિણામે પરિવારજનોમાં ખુશીનું વાતાવરણ સર્જાઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ