બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Part of the building and wall collapsed from Ahmedabad and Aravalli

દુર્ઘટના / અમદાવાદમાં મકાનની છત તો અરવલ્લીમાં દિવાલ ધરાશાયી: વૃદ્ધનું મોત, ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ

Malay

Last Updated: 11:07 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને અરવલ્લીમાંથી મકાનનો ભાગ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોને બચાવી લેવાયા છે.

 

  • પ્રાત્વેલ ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી 
  • વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતા વૃદ્ધનું મૃત્યુ
  • અમદાવાદમાં 3 માળના મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો 

ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદી વાતાવરણની વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સતત સામે આવી રહી છે. આજે પણ રાજ્યમાંથી બે ઘટના સામે આવી છે. જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અંગે વિગતવાર વાત કરીએ તો આજે સવારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી થયો હતો.

રાજા મહેતાની પોળની ઘટી હતી દુર્ઘટના 
આજે સવારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી રાજા મહેતાની પોળમાં 3 માળના મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમે કાટમાળમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું હતું.  

દિવાલ ધરાશાયી થતાં વૃદ્ધનું મોત
અન્ય એક ઘટનાની વાત કરીએ તો અરવલ્લીના બાયડના પ્રાત્વેલ ગામમાં ગઈકાલે રાત્રે દુર્ઘટના ઘટી હતી. પ્રાત્વેલ ગામમાં વરસાદના કારણે ગતરાત્રિએ એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં વજાભાઈ ખાટ નામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું હતું.  

પોરબંદરમાં મકાન ધરાશાયી થતા યુવકનું મોત
બે દિવસ અગાઉ પોરબંદરમાં પણ મકાન ધરાશાયી થતાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની માતા ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાયા હતા. શહેરના ભાટિયા બજારમાં ગોપીનાથજીની હવેલી પાસે એક મકાનની છત પડી ગઇ હતી. આ દુર્ઘટનામાં કનકભાઈ આડતીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની માતા કંચનબેનને ગંભીર ઇજા થતાં તેઓને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ