બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / parivartini ekadashi remedies diya and haldi upay lord vishnu will bless you

આસ્થા / પરિવર્તિની એકાદશી: આજના દિવસે અપનાવો આ ઉપાય, વેપાર-ધંધામાં થશે વૃદ્ધિ, જીવનમાં થશે પ્રગતિ

Arohi

Last Updated: 11:20 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parivartini Ekadashi 2023: આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહત્વનું છે કે ઘણી જગ્યા પર આજે અને ઘણી જગ્યા પર આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે.

  • આજે છે પરિવર્તિની એકાદશી
  • વિધિવત્ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા 
  • મળશે દરેક દુખોમાંથી મુક્તિ 

સોમવાર 25 સપ્ટેમ્બર 2023એ પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. ભાદરવાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આજે પરિવર્તિની એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. 

આજના દિવસે વ્રત કરીને વિષ્ણુજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મહત્વનું છે કે ઘણી જગ્યા પર આજે અને ઘણી જગ્યા પર આવતી કાલે એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે. 

આજનો દિવસ છે ખાસ 
કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શયન શૈય્યા પર સુતી વખતે પડખુ ફરે છે. માટે તેને પરિવર્તિની એકાદશી કહે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.  

ઘણી જગ્યાઓ પર આ દિવસે શ્રી વિષ્ણુને પાલખીમાં બિરાજમાન કરી શોભા યાત્રા કાઢવામાં આવે છે. પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના માટે ખાસ ઉપવાસ કરી તમે લાભ મેળવી શકો છો. 

પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા 
જો તમે પોતાના પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા માંગો છો તો એકાદશીના દિવસે તમે વિષ્ણુ પૂજાના સમયે એક માટીના વાસણ પર હળદરનું તિલક કરી તેમાં મગ ભરી લો અને એકાદશી પર તેને ત્યાં જ ભરેલો રાખીને મુકો. બીજા દિવસે તે મગથી ભરેલા વાસણને કોઈ બ્રાહ્મણને દાન કરી દો. 

પરાક્રમ વધારવા 
જો તમે પોતાનું પરાક્રમ વધારવા માંગો છો તો એકાદશીના દિવસે તમે શ્રી વિષ્ણુ પૂજાના સમયે ભગવાનને કેસરનો તિલક કરો. તેમના વામન સ્વરૂપના મંત્ર 'ऊँ नमो भगवते वामनाय।'નો 11 વખત જાપ કરો. 

સુખ-સૌભાગ્યમાં વધારા માટે 
જો તમે શુભ ફળ અને સુખ-સૌભાગ્યમાં વધારો કરવા માંગો છો તો એકાદશીના દિવસે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરો વિષ્ણુ ગાયત્રી મંત્ર 'ऊँ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्।।'નો 11 વખત જાપ કરો.  

કાર્યમાં સફળતા માટે 
જો તમે પોતાના બઘા કામોમાં સફળતા મેળવવા માંગો છો તો એકાદશીના દિવસે સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પછી કેળાના ઝાડની પાસે જઈને તેમને પ્રણામ કરો અને તેના મૂળમાં પાણી આપો. 

દાંપત્ય જીવનમાં ખુશી માટે 
જો તમે પોતાના દાંપત્ય જીવનમાં ખુશી ઈચ્છો છો તો એકાદશીના દિવસે સારા ફળોની પ્રાપ્તિ માટે તમે ભગવાન વિષ્ણુને માખણ, સાકરનો ભોગ લગાવો અને ભોગ લગાવ્યા બાદ શ્રી વિષ્ણુની મૂર્તિ કે તસવીરના આગળ બેસી 'ऊँ नमो भगवते नारायणाय।' મંત્રની એક માળા, એટલે કે 108 વખત જાપ કરો. 

સમાજમાં વર્ચસ્વ કાયમ કરવા 
જો તમે સમાજમાં પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માંગો છો તો એકાદશી શ્રી વિષ્ણુ પૂજાના સમયે એક માટીના વાસણમાં ઘઉં ભરીને ભગવાનની સામે મુકો અને પૂજા કર્યા બાદ પણ એકાદશીનો ઓખો દિવસ તેને ત્યાં જ મુકી રાખો. બીજા દિવસે તે વાસણમાં મુકેલા ઘઉં અને દક્ષિણા કોઈ બ્રાહ્મણને દાન કરો. 

વ્યાપરમાં પૈસા કમાવવા 
જો તમે વ્યાપારમાં પૈસા કમાવવા માંગો છો તો એકાદશીના દિવસે નહાઈ, સ્વચ્છ કપડા પહેરી શ્રી વિષ્ણુજીના સામે ઘીનો દિવો કરો. સાથે જ ભગવાનને લાડવાનો ભોગ લગાવો. ભોગ લગાવ્યા બાદ બાકી લાડવાને પ્રસાદના રૂપમાં નાના બાળકોમાં વહેંચી દો અને પોતે પણ થોડો પ્રસાદ લો. 

બાળકો પર આશીર્વાદ માટે 
જો તમે ઈચ્છો છો કે તમારા અને તમારા બાળકો પર શ્રી હરિની કૃપા બની રહે તો એકાદશીના દિવસે શ્રી હરિનું નામ લઈને એક આખી હળદરની ગાંઠ લઈ થોડુ પાણી નાખી તેને ઘસી અને તેનાથી પોતાના અને બાળકના માથા પર તિલક કરો.

જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે 
જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તો એકાદશીના દિવસે શ્રી વિષ્ણુનો ઉપવાસ કરો. તેમના સામે ચંદનની સુગંધ વાળી ધૂપબત્તી કરો અને તેને પીસી સાકર મિક્ષ કરી દહીનો ભોગ લગાવો. સાથે જ એકાદશીના બીજા દિવસે માટીના વાસણમાં ચોખા ભરીને કોઈ મંદિરમાં દાન કરી દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ