બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Parents cannot prevent children from Live In even if partner's religion is different- HC

મોટો ચુકાદો / પાર્ટનરનો ધર્મ અલગ હોય તો પણ સંતાનોને લિવ ઈનમાં રહેતા માતાપિતા ન અટકાવી શકે- HC

Hiralal

Last Updated: 04:35 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીવ ઈન રિલેશનશીપને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.

  • લીવ ઈનમાં રહેતા બાળકોને ન અટકાવી શકે માતાપિતા
  • લીવમાં રહેનાર સંતાનોનો ધર્મ અલગ હોય તો પણ માતાપિતા દખલ ન આપી શકે
  • અલ્હાબાદ હાઈકોર્ટે લીવ ઈનમાં રહેતા આંતરધર્મી કપલને સુરક્ષા પૂરી પાડી 

લીવ ઈનમાં રહેવા માગતા યુવાન-યુવતીઓને રાહત થાય તેવા એક ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે જો કોઈ યુવાન કે યુવતી લિવ ઈનમાં રહેવા માગતા હોય તો તેમના માતાપિતાને પણ તેમને રોકવાનો અધિકાર નથી.  અલાહાબાદ હાઈકોર્ટે લિવ-ઈનમાં રહેતા કપલને લઈને એક મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જો બાળકો પોતાના પાર્ટનર સાથે લિવ ઇનમાં રહેતા હોય તો તેમના માતા-પિતા તેમાં દખલ ન કરી શકે, પછી ભલેને ધર્મ અલગ હોય. કોર્ટે કહ્યું છે કે લિવ ઈનમાં રહેતા આંતરધર્મી દંપતીને ધમકી મળે તો તેમને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

શું હતો કેસ 
યુવાને અલ્હાબાદ કોર્ટનો સંપર્ક કરીને વિનંતી કરી હતી કે તેની માતા અને સંબંધીઓ તેના જીવનસાથી સાથેના તેના સંબંધોની વિરુદ્ધ છે. અરજદારે કહ્યું હતું કે તેનાથી તેના જીવનમાં મોટી તકલફ પડી રહી છે અને તે ખૂબ પરેશાન છે.તેની માતાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેને ઓનર કિલિંગનો ભય છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટમાં જતા પહેલા અરજદારે ગૌતમ બૌદ્ધ નગર પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજદારે કહ્યું હતું કે, તે આગામી વર્ષોમાં લગ્ન કરવા માગે છે. તે શાંતિથી રહેવા માંગે છે તેથી તેણે સંબંધીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધાવી ન હતી.

સરકારી વકીલે કેમ વિરોધ કર્યો
સરકારી વકીલે કોર્ટમાં આ બાબતનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બંને અરજદારો અલગ અલગ ધર્મના છે અને લીવ ઈન મુસ્લિમ પર્સનલ લોમાં રહેવું જરૂરી છે. કિરણ રાવત કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે આ પહેલા લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતા કપલ્સને સુરક્ષા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

યુવાનો લિવ ઈનમાં રહેવા સ્વતંત્ર 
જેના પર કોર્ટે કહ્યું કે કિરણ રાવત કેસની સ્થિતિ અલગ છે અને લિવ-ઈનમાં રહેતા કપલ સુરક્ષા માટે હકદાર નથી તે સામાન્ય નિયમ માનવામાં આવતો નથી. કોર્ટે સુપ્રીમ કોર્ટના અલગ અલગ નિર્ણયો પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, જે અરજદારો યુવાન છે તેઓ લિવ-ઈનમાં સાથે રહેવા માટે સ્વતંત્ર છે. બેન્ચે કહ્યું હતું કે અરજદારો સાથે રહેવા માટે સ્વતંત્ર છે. જો અરજદારને પોતાના લિવ ઈનમાં કંઈ તકલીફ પડે તો તે પોલીસનો સંપર્ક સાધી શકે છે અને આ રીતે પોલીસ તેને રક્ષણ પુરુ પાડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ