બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / panipat accident of family two brothers died while going to funeral of sister

પાણીપત / દીકરીના અંતિમ સંસ્કારમાં જતાં પરિવારને નડ્યો અકસ્માત, બે ભાઈઓને પણ કાળ ભરખી ગયો

Mayur

Last Updated: 12:37 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના પાણીપતમાં એક પરિવાર પર દુઃખનો ડુંગર ફાટી નીકળ્યો હતો. દીકરીના મોત બાદ અંતિમ સંસ્કારમાં ઇકો લઈને જતાં પરિવારનો અકસ્માત થતાં બે ભાઈઓ સહિત 4 ના મોત થયા હતા.

  • પાણીપતની અત્યંત કરૂણ દુર્ઘટના 
  • પરિવારમાં દીકરીનું મોત થવાથી તેના સાસરે જતો હતો પરિવાર 
  • રસ્તામાં એક્સિડેન્ટ થતાં બીજા બે પુત્રો ગુમાવ્યા 

દીકરીના અંતિમ દર્શન પણ ન થયા 

પાણીપતમાં એક કરુણ દુર્ઘટના બની હતી જે સાંભળીને કોઈ પણ વ્યક્તિના આંખમાં આંસુ આવી જાય. એક પરિવારમાં દીકરીનું મોત થવાથી પરિવાર શોકાતુર હતો ત્યાં બીજી એનાથી પણ મોટી આફત આવી ગઈ હતી. 

પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા પરિવાર સાથે રવાના થઈ ગયા હતા, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે બહેનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહેલા તેના બે ભાઈઓ જ દેવને પ્યારા થઈ જશે. પરિવાર દીકરીના સાસરે પહોંચે તે પહેલા જ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો.

કડકડતી ઠંડીમાં વરસાદ વચ્ચે પરિવાર રાત્રે ધાબળા વગેરે પહેરીને દીકરીના સાસરે જવા નીકળ્યો હતો. તેઓને નોઈડાથી કૈથલ જવાનું હતું. મુસાફરી લાંબી હતી તેથી મુસાફરોને ઊંઘ પણ આવી રહી, પરંતુ અકસ્માતને કારણે તેઓ કાયમ માટે ઊંઘી ગયા હતા.

કરે મારી ટક્કર 

પાણીપતમાં દીકરીના મોતથી શોકગ્રસ્ત પરિવારની કારને પણ ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે પરિવારના વધુ બે લોકોનાં મોત થઈ ગયા હતા. 

ટ્રકે ઇકો વાનને કચડી નાખી

અકસ્માતમાં પરિવારે બે પુત્રો ગુમાવ્યા હતા. તેમની સાથે અન્ય એક વ્યક્તિ અને બાળકનું પણ મોત થયું હતું. ટ્રકે ઈકો વાનને કચડી નાંખી હતી અને તેને ઘસડીને દૂર સુધી લઈ ગઈ હતી. જે બાદ સર્જાયેલું કરુણ દ્રશ્ય જોઈ પોલીસકર્મીઓના પણ હોશ ઉડી ગયા હતા.

એક છ વર્ષના માસૂમનું પણ મોત 

સૌથી કરૂણ બાબત આ ઘટનામાં એ બની હતી કે સાથે એક છ વર્ષના માસૂમ બાળકનું પણ મોત થયું હતું. 

ઇકો વાહનના વધતાં અકસ્માત 

દેખીતી રીતે પરિવાર જે વાહનમાં જઈ રહ્યો હતો તેની સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે કારણ કે ઇકો વાહનના ઘણા અકસ્માતો નજરે આવતા હોય છે. આ પરિવારના જીવનમાં પણ નશો, દુઃખ અને વાહન બધુ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. 

દારૂની બોટલો મળી આવી

અકસ્માત થતાં જ ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા દારૂની બોટલો મળી આવી હતી, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો અને તેની બેદરકારીએ 4 લોકોના જીવ લીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ