બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / panchang 21 november 2023 tuesday amla navami date tithi puja muhurat

ધર્મ / આજે Amla Navami: આજના દિવસે ભગવાન વિષ્ણુ અને હનુમાનજીને આ રીતે કરો પ્રસન્ન, દૂર થઇ જશે તમામ કષ્ટ

Arohi

Last Updated: 08:06 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aaj nu Panchang: આજે આંમળા નવમીનો તહેવાર છે. મંગળવારે બજરંગબલીની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. જે લોકો પોતાની મનોકામનાઓ પૂરી કરવા માંગે છે તેમના માટે આ દિવસ ખાસ છે.

  • આજે છે આંમળા નવમીનો તહેવાર 
  • બજરંગબલીની પૂજાનું છે ખાસ મહત્વ 
  • દરેક કષ્ટોમાંથી મળી શકે છે મુક્તિ 

આજે આમળા નવમી છે. સાથે જ મંગળવારનો દિવસ પણ છે તો આ દિવસે વ્રત કરીને બજરંગબલીની પૂજા કરવાથી પણ બધા કષ્ટ દૂર થઈ શકે છે. આમળા નવમીના દિવસે વ્રત કરીને આમળાના ઝાડ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. 

ધાર્મિક માન્યતાઓ અનુસાર આમળા નવમીથી આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ થાય છે. આમળા નવમીને અક્ષય નવમી અને કૂષ્માંડ નવમી પણ કહેવામાં આવે છે. આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. માટે તેને અક્ષય નવમી કહેવામાં આવે છે. 

આમળા નવમીના દિવસે વ્રત અને પૂજા કરવાથી અક્ષય પુષ્યની પ્રાપ્તિ થાય છે માટે આ અક્ષય નવમી કહેવાય છે. 21 નવેમ્બરે આમળા નવમીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6.48 મિનિટથી બપોરે 12.07 મિનિટ સુધી છે. 

હનુમાનજીની પૂજા 
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે અને આ દિવસે વ્રત કરીને યોગ્ય વિધિથી પૂજા-અર્ચના કરવાથી લોકોના દરેક સંકટ દૂર થઈ જાય છે. હનુમાનજીને સંકટ મોચક કહેવાય છે અને માનવામાં આવે છે કે બજરંગબલીને પ્રસન્ન કરીને બધા કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનું વ્રત કરવાથી કુંડળીમાં હાજર બધા ગ્રહ શાંત રહે છે અને બજરંગબલી પ્રસન્ન થાય છે. જો તમે મંગળવારનું વ્રત કરવામાંગો છો તો તેને સતત 21 મંગળવાર સુધી કરવું જોઈએ. તેનાથી તમારા બધા કષ્ટ દૂર થઈ જાય છે. જાણો મંગળવારના શુભ મુહૂર્ત, અશુભ સમય, રાહુકાળ વિશે. 

21 નવેમ્બર 2023નું પંચાંગ 

  • આજની તિથિ-નવમી 
  • આજનું કરણ- બાલવ 
  • આજનું નક્ષત્ર- શતભિષા
  • આજનો યોગ- વ્યાધાત 
  • આજનો પક્ષ- શુક્લ
  • આજનો વાર- મંગળ 

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય 

  • સૂર્યોદય-6:48:10 AM
  • સૂર્યાસ્ત- 17:25:24 PM 
  • ચંદ્રોદય- 13:37:59
  • ચન્દ્રાસ્ત- 25:18:00
  • ચંદ્ર રાશિ- કુંભ 

હિંદુ મહિનો અને વર્ષ

  • શક સંવત – 1945 શુભકૃત
  • વિક્રમ સંવત – 2080
  • કાલી સંવત – 5124
  • દિવસનો સમય - 10:37:15
  • અમાંત માસ - કાર્તક
  • માસ પૂર્ણિમંત - કાર્તક
  • શુભ સમય - 11:45:32 થી 12:28:01 સુધી 

અશુભ મુહૂર્ત 

  • દુષ્ટ મુહૂર્ત - 08:55:37 થી 09:38:05 સુધી 
  • કુલિક – 13:10:30 થી 13:52:59 સુધી 
  • કંટક – 07:30:38 થી 08:13:08 સુધી
  • રાહુ કાળ - 14:46:06 થી 16:05:45 સુધી 
  • કાલવેલા/અર્ધયામા - 08:55:37 થી 09:38:05 સુધી 
  • યમઘંત – 10:20:34 થી 11:03:03 સુધી 
  • યમગંડ - 09:27:28 થી 10:47:08 સુધી 
  • ગુલિક કાલ - 12:06:47 થી 13:26:26 સુધી 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ