બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 03:56 PM, 20 March 2022
ADVERTISEMENT
18 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાન કાર્ડ
સામાન્ય રીતે લોકો 18 વર્ષ બાદ પાન કાર્ડ બનાવે છે. પરંતુ અહીં જણાવવાનું કે 18 વર્ષની ઉંમર પહેલા પણ પાન કાર્ડ માટે અરજી કરી શકાય છે. જો તમે પણ તમારા બાળકોના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો, પરંતુ તેના માટે આ સ્ટેપ્સને ફૉલો કરવા અત્યંત જરૂરી છે. જો તમે પણ 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે. અહીં જણાવવાનું કે કોઈ પણ સગીર સીધુ પાન કાર્ડ માટે અરજી કરતુ નથી. જેના માટે બાળકના માતા-પિતા બાળક તરફથી અરજી કરી શકે છે.
ADVERTISEMENT
આ રહી અરજીની સરળ પ્રક્રિયા
જો તમે પાન કાર્ડ માટે ઑનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે NSDLની વેબસાઈટ પર જાઓ.
આ દરમ્યાન અરજી કરનાર યોગ્ય કેટેગરી પસંદ કર્યા બાદ બધી અંગત જાણકારી ભરે.
હવે તમે સગીરની ઉંમરનુ પ્રમાણ અને માતા-પિતાની ફોટો સહિત બીજા ઘણા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
આ દરમ્યાન માતા-પિતાના સાઈન અપલોડ કરો.
107 રૂપિયા ફી ભર્યા બાદ તમે ફોર્મને સબમિટ કરો.
ત્યારબાદ તમને એક રસીદ નંબર મળશે. જેનો ઉપયોગ તમે અરજદારનુ સ્ટેટસ લગાવવા માટે કરી શકો છો.
અરજી કર્યા બાદ તમને એક મેલ મળશે.
વેરિફિકેશનના 15 દિવસની અંદર જ પાન કાર્ડ તમારી પાસે પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.