બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan to send its cricket team to participate in ODI World cup

ODI World cup / BIG NEWS : પાકિસ્તાનનો પાવર ઉતર્યો, વર્લ્ડ કપ માટે ક્રિકેટ ટીમ ભારત મોકલવાનું કર્યું એલાન

Hiralal

Last Updated: 10:51 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને વનડે વર્લ્ડ કપ માટે તેની ક્રિકેટ ટીમ ભારત મોકલવાનો આખરે નિર્ણય લીધો છે.

  • પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે
  • પાકિસ્તાન સરકારે આપી લીલીઝંડી
  • વિદેશ મંત્રાલયે આપી માહિતી
  • 5 ઓક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપની શરુઆત, 14 ઓક્ટોબરે ભારત-પાક વચ્ચે મેચ 

ઘણો સમય સુધી ગલ્લાતલ્લા કર્યાં બાદ આખરે પાકિસ્તાને વર્લ્ડ કપ રમવા માટે તેની ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે.  ઈસ્લામાબાદ સ્થિત વિદેશ મંત્રાલયે રવિવારે આ નિર્ણયની માહિતી આપી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે પુષ્ટિ કરી કે દેશની પુરૂષ ક્રિકેટ ટીમ 2023 ODI વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ કરશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સાથે "દ્વિપક્ષીય સંબંધો" પાકિસ્તાન ક્રિકેટની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને અવરોધશે નહીં.

વિદેશ મંત્રાલયે શું આપ્યું નિવેદન 
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન રમત-ગમત અને રાજનીતિને મિક્સ નથી કરતું. આ જ કારણ છે કે સરકારે પાકિસ્તાનની ટીમને વર્લ્ડ કપ માટે ભારત પ્રવાસ માટે મંજૂરી આપી દીધી છે. જો કે વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં પાકિસ્તાનની ટીમની સુરક્ષાને લઇને ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડ દ્વારા કહેવાયું કે અમે ટીમની સલામતી અંગે પણ ખૂબ ચિંતિત છીએ. અમે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) અને ભારતીય સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાની ટીમને ભારત પ્રવાસ પર પૂરી સુરક્ષા મળશે.

 ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે વર્લ્ડ કેપ 
વન-ડે વર્લ્ડકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાવાનો છે, જેનું આયોજન ભારત દ્વારા કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનની ટીમ પણ ભારત આવવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) તેની સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પોતાની ટીમને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ તારીખ 15મી ઓક્ટોબરે યોજાવાની હતી, જે હવે તારીખ 14મી ઓક્ટોબરે રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ