બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Pakistan to make single-dose Covid vaccine Chinese team to help scientists

મહામારી / પાકિસ્તાન તો દુનિયાથી પણ આગળ નીકળ્યું, એવી રસી બનાવી રહ્યું છે કે જાણીને સૌ કોઈ થયા દંગ

Hiralal

Last Updated: 04:05 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાને ચીનની મદદથી સિંગલ ડોઝની વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે.

  • પાકિસ્તાનની પોતાની કોરોના વેક્સિન તૈયાર કરશે
  • ફક્ત એક જ ડોઝ લેવો પડશે
  • ચીનની મદદથી તૈયાર કરશે આ વેક્સિન 

કોરોનાના કોહરામની વચ્ચે ચીન અને બીજા દેશોની રસી દ્વારા રસીકરણ અભિયાન ચલાવી રહેલા પાકિસ્તાનનો આ દાવો કેટલો સાચો પડશે તે તો સમય કહેશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, એક અધિકારીએ નેશનલ એસેમ્બલીની પેનલને આ અંગેની જાણકારી આપી હતી. અધિકારીએ પેનલને જણાવ્યું કે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ થોડા વખતમાં પાકિસ્તાનની પોતાની કોરોના વેક્સિન તૈયાર કરશે જેનો ફક્ત એક જ ડોઝ લેવો પડશે. આ વેક્સિન ચીનની CansinoBio  કોવિડ વેક્સિન જ હશે અને પાકિસ્તાન તેની ટેકનોલોજી ચીન પાસેથી લેશે. પાકિસ્તાની તેને માટે ક્લિનિકલ ટ્રાયલ પણ શરુ કરી છે. 

પાકિસ્તાને ચીનની વેક્સિન ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી

એનઆઈએચના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મેજર જનરલ આમિર ઈકરામે જણાવ્યું કે પાકિસ્તાને ચીનની વેક્સિન ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી છે. વેક્સિન માટેનો કાચો માલ આ મહિને પાકિસ્તાન પહોંચી જશે. આ માટે ચીનની એક ટીમ પણ પાકિસ્તાન પહોંચી ગઈ છે. 

પાકિસ્તાને આ વર્ષે કોરોના રસીકરણનો પ્રારંભ કર્યો છે

પાકિસ્તાને આ વર્ષે કોરોના રસીકરણનો પ્રારંભ કર્યો છે. ચીને પાકિસ્તાનને કોરોના વેક્સિનના 5 લાખ ડોઝ આપ્યા હતા જે પછી આ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઈમ્યુનાઈઝેશન દ્વારા ભારતીય વેક્સિન પણ મળશે. જુન સુધીમાં કોરોનાના 1.6 કરોડ ડોઝ પાકિસ્તાન પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાનમાં હાલમાં કોરોનાના કુલ 7.34 લાખ કેસો છે તો 15,754 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. ઓછા પ્રમાણમાં ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાથી પાકિસ્તાનમાં કોરોનાના કેસો ઓછા આવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ