બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Pakistan cricket team arrived at Hyatt Hotel in Ahmedabad from Hyderabad, match against India on 14th October

ભારત-પાકિસ્તાન મેચ / 11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં: એરપોર્ટ અને હોટલમાં કરાયું જોરદાર સ્વાગત, જાણો ટીમ ઈન્ડિયા ક્યારે પધારશે

Dinesh

Last Updated: 10:31 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદથી અમદાવાદની હયાત હોટલ ખાતે આવી પહોંચી, 14 ઓક્ટોબરે ભારત સાથે મુકાબલો, આવતીકાલે ટીમ ઈન્ડિયા આવશે

 

  • અમદાવાદમાં ભારત-પાકિસ્તાનના મેચનો રોમાંચ
  • આજે પાકિસ્તાનની ટીમનું આગમન
  • હોટેલ હયાતમાં રોકાશે ટીમ પાકિસ્તાન

World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચને લઇને અમદાવાદ ખાતે પાકિસ્તાનની ટીમ આવી પહોંચી છે. અત્રે જણાવીએ કે, 11 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તનની ટીમનું આગમન થયું છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાણ કરશે. પાકિસ્તાન ટીમનું એરપોર્ટ અને હોટલમાં ભવ્ય સ્વાગત કરાયું છે. અત્રે જણાવીએ કે, ભારતની ટીમ આવતીકાલે અમદાવાદમાં આવશે.  

હોટેલ આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત 
ક્રિકેટ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની હયાત હોટેલમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હોટેલ પર દરેક એરિયામાં સિક્યોરિટી સ્ટાફ તૈનાત કરાયો છે. હોટેલમાં પ્રવેશનારા દરેક વ્યક્તિનું આધારકાર્ડ અને ડ્રાઇવરનું લાયસન્સ ચેકિંગ પણ ફરજિયાત કરાયું છે. અત્રે જણાવીએ કે, પાકિસ્તાન ટીમના ફિટનેસ એરિયામાં પણ  ફૂલ ચેકિંગ કરાયું છે. 

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસબળ તહેનાત
અમદાવાદ પોલીસ કમિશનર મલિકે જણાવ્યું હતું કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ પાસે પ્લાન બી પણ છે. સ્ટેડિયમમાં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારની અફવા ના ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવશે. 

7 હજાર પોલીસકર્મી અને 4 હજાર હોમગાર્ડ તૈનાત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શક હાજર રહેશે. સ્ટેડિયમ 1.30 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને તમામ ટિકીટ વેચાઈ ચુકી છે. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેંગ્પ સિંહ મલિકે જણાવ્યું હતું કે, મેચ દરમિયાન 7 હજાર પોલીસકર્મી અને 4 હજાર હોમગાર્ડ તહેનાત રહેશે. NSGની 3 ટીમ અને એન્ટ્રી ડ્રોનની 1 ટીમ પણ હશે. ભારત-પાકિસ્તાનની મેચ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની હાજરીમાં હાઈલેવલ મીટિંગ કરી હતી અને સુરક્ષા સંબંધિત તૈયારીઓની માહિતી પણ મેળવી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ