બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / pakistan balochistan a man 60th child born in family of haji jan mohammad want merry 4th time
ADVERTISEMENT
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સરદાર હાજી જાન મોહમ્મદના ઘરે 60મું બાળક જન્મ્યું છે. બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના સરદાર હાજી જાન મોહમ્મદે દાવો કર્યો છે કે તેમના 60મા બાળકનો જન્મ રવિવારે (1 જાન્યુઆરી) થયો હતો. હાજી જાન મોહમ્મદે જણાવ્યું કે 60 બાળકોમાંથી 5 બાળકોના મોત થયા છે, જ્યારે તેમના 55 બાળકો જીવિત છે અને તમામ સ્વસ્થ છે. ક્વેટાના રહેવાસી જાન મોહમ્મદ વ્યવસાયે ડૉક્ટર છે અને તે જ વિસ્તારમાં તેમનું ક્લિનિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન મોહમ્મદે 1999માં પ્રથમ વખત લગ્ન કર્યા હતા.
60મા બાળકનો જન્મ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન મોહમ્મદે કહ્યું, “આ અલ્લાહની દયા છે. તે પોતાના 60મા બાળકના જન્મથી ખૂબ જ ખુશ છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે પોતાના 60મા બાળકનું નામ હાજી ખુશહાલ ખાન રાખ્યું છે. જાન મુહમ્મદે અત્યાર સુધીમાં ત્રણ લગ્ન કર્યા છે. તેણે 1999માં પ્રથમ વખત લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીથી જન્મેલી પુત્રીની હાલની ઉંમર 22 વર્ષ છે. જેનું નામ સગુફ્તા નસરીન છે.
ADVERTISEMENT
ચોથા લગ્નનો વિચાર
સરદાર હાજી જાન મોહમ્મદે ચોથી વાર લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે તે બહુ જલ્દી ચોથી વાર લગ્ન કરશે. તેણે કહ્યું, 'મેં મારા બધા મિત્રોને કહ્યું છે કે મારા ચોથા લગ્ન માટે છોકરી શોધો. જીવન ઝડપથી પસાર થઈ રહ્યું છે, તેથી ચોથા લગ્ન માટે પ્રાર્થના કરો.” જાન મુહમ્મદે એ પણ કહ્યું કે તે અને તેમની પત્નીઓ તેમના ઘરમાં છોકરા કરતાં છોકરીને પ્રાથમિકતા આપે છે.
જાન મોહમ્મદને વધુ બાળકો જોઈએ છે
50 વર્ષીય સરદાર જાન મોહમ્મદે કહ્યું કે તેઓ આટલા બાળકોને જન્મ આપ્યા પછી અટકશે નહીં, જો અલ્લાહ ઈચ્છશે તો તેમના ઘરમાં વધુ બાળકો જન્મશે. તેમની પત્નીઓ પણ એવું જ ઈચ્છે છે. સરદાર જાન મોહમ્મદ ક્વેટા શહેરના ઈસ્ટર્ન બાયપાસ પાસે રહે છે. તે પોતે કહે છે કે તેનો કોઈ મોટો ધંધો નથી અને પરિવારના તમામ સભ્યોનો ખર્ચ ક્લિનિકમાંથી જ ઉઠાવવામાં આવે છે. તેણે એ પણ કહ્યું કે તેની ઘણી દીકરીઓ લગ્ન માટે યોગ્ય બની ગઈ છે પરંતુ તે હજુ પણ તેમને વધુ ભણાવવા માંગે છે.
ADVERTISEMENT
હરવા ફરવા માટે બાળકોને બસ આપવા માંગ
સરદાર હાજી જાન મોહમ્મદ પણ ફરવાના શોખીન છે. તેમનું માનવું છે કે તેમના બાળકોએ પાકિસ્તાનના દરેક વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. જો કે તે પોતે કહે છે કે હવે બાળકોને કારમાં લઈ જવું શક્ય નથી. તેમણે સરકારને આમાં મદદની અપીલ કરી છે. જાન મોહમ્મદ ઈચ્છે છે કે પાકિસ્તાન સરકાર (પાક સરકાર) તેને બસ આપે જેથી તે તેના બાળકોને ફરવા લઈ જઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.