બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Pahlwana's sit-in: A direct attack on the Modi government for the first time

નિવેદન / પહેલવાનોના ધરણાં: પહેલીવાર મોદી સરકાર પર જ સીધો પ્રહાર, ફોગાટે કહ્યું 'અનુરાગ ઠાકુરે મામલો રફે-દફે કરવા પ્રયાસ કર્યા

Priyakant

Last Updated: 02:16 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: વિનેશ ફોગાટે મંગળવારે કહ્યું કે, આવા વ્યક્તિ સામે ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે જે આટલા લાંબા સમયથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો

  • બૃજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ યથાવત 
  • કૂસ્તીબાજોએ પહેલીવાર મોદી સરકાર પર સીધો પ્રહાર કર્યો
  • શક્તિશાળી વ્યક્તિ સામે ટકી રહેવું ખૂબ મુશ્કેલ: મહિલા રેસલર વિનેશ ફોગાટ
  • વિનેશ ફોગાટે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પર નિશાન સાધ્યું

બૃજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુસ્તીબાજોએ પહેલીવાર મોદી સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. વિનેશ ફોગાટે મંગળવારે (2 મે) કહ્યું કે, આવા વ્યક્તિ સામે ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે જે આટલા લાંબા સમયથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે. આ સાથે વિનેશ ફોગાટે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને પણ કોઈ પગલાં ન લેવા અને સમિતિ બનાવીને મામલો દબાવવા બદલ નિશાન સાધ્યું હતું. 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન મહિલા રેસલર વિનેશ ફોગાટે કહ્યું છે કે, શક્તિશાળી વ્યક્તિ સામે ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ કહ્યું કે, પોતાની સત્તાનો દુરુપયોગ કરતા આવા વ્યક્તિ સામે ઊભા રહેવું વધુ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, કુસ્તીબાજોએ WFI ચીફ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેઓ તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. 

વિનેશ ફોગાટે કર્યો મોટો ખુલાસો 
વિનેશ ફોગાટે ખુલાસો કર્યો કે, પ્રથમ વખત જંતર-મંતર પર વિરોધ શરૂ કરતા પહેલા કુસ્તીબાજો એક અધિકારીને મળ્યા હતા, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિનેશે કહ્યું કે, ત્રણ-ચાર મહિના પહેલા જંતર-મંતર પર બેસીને અમે એક અધિકારીને મળ્યા હતા. અમે તેમને મહિલા એથ્લેટ્સનું જાતીય સતામણી અને માનસિક શોષણ કેવી રીતે થાય છે તે વિશે બધું જણાવ્યું. જોકે આ પછી કોઈ કાર્યવાહી ન થતાં અમે ધરણા પર બેસી ગયા હતા.

ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થઈ 
વિનેશ ફોગાટે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને પણ કોઈ પગલાં ન લેવા અને સમિતિ બનાવીને મામલો દબાવવા બદલ નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, અમે અનુરાગ ઠાકુર સાથે વાત કરી અને જાતીય સતામણી વિશે જણાવ્યું. જે બાદ અમે અમારું પ્રદર્શન સમાપ્ત કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે, એક કમિટી બનાવીને તેમણે ત્યાં મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો અને કોઈ કાર્યવાહી થઈ નહીં. 

રેસલર બજરંગ પુનિયાએ શું કહ્યું ? 
રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે, બૃજભૂષણ કહી રહ્યા છે કે ઓલિમ્પિક માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેથી આ ખેલાડીઓ વિરોધ કરી રહ્યા છે. પુનિયાએ કહ્યું કે, આ ઓલિમ્પિક વિશે નથી, તે જાતીય સતામણી વિરુદ્ધ છે. આ ઉપરાંત જો હું ઓલિમ્પિકના નિયમોની વાત કરું તો ફેડરેશન ઓલિમ્પિકમાંથી આવતા ખેલાડીઓના ટ્રાયલ લેશે. અગાઉ શનિવારે (29 એપ્રિલ) WFI ચીફે કહ્યું હતું કે, જો તેઓ રાજીનામું આપશે તો તેનો અર્થ એ થશે કે તેમણે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સ્વીકારી લીધા છે. WFI ચીફની ટિપ્પણીનો જવાબ આપતા વિનેશ ફોગાટે કહ્યું કે, તેઓ માત્ર ન્યાય ઈચ્છે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ