બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / over sleeping can damage your physical and mental health dont sleep for more than 7 hours

હેલ્થ / આળસુ લોકો માટે આંખ ઉઘાડતા સમાચાર, વધુ પડતું ઉંઘવાની આદત સૌથી ખતરનાક, જાણો ઉમંર પ્રમાણે કોને કેટલું સૂવું હિતાવહ

Vaidehi

Last Updated: 06:48 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિસર્ચમાં સામે આવ્યું કે જે લોકો દરરોજનાં 10-12 કલાક સૂવે છે તેમને ડાયાબિટીઝ, હાર્ટ રોગ જેવી ગંભીર બીમારીઓનો ખતરો થાય છે.

  • ઉંમરનાં હિસાબે કેટલી ઊંઘ જરૂરી ?
  • જો દરરોજ જરૂર કરતાં વધારે કલાક ઊંઘતા હોવ તો ચેતજો
  • વધુ પડતી ઊંઘ ગંભીર બીમારીને નોતરે છે

એવું કહેવામાં આવે છે કે લોકોએ તંદુરસ્ત રહેવા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઓછી નીંદર લેવાથી ફિઝિકલ અને મેંટલ હેલ્થ પર ખરાબ અસર થાય છે. જાણકારો અનુસાર વયસ્કોએ દરરોજ 7થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો કે કેટલાક લોકો ઊંઘ પૂરી કરવા માટે દરરોજનાં 10-12 કલાક સૂવે છે. તેમને લાગે છે કે તેઓ વધારે ઊંધશે તો સ્વાસ્થ્યને ફાયદો થશે પણ એવું નથી. જરૂરિયાતથી વધારે સૂવું શરીર માટે નુક્સાનદાયક હોય છે. આવું કરવાથી ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ સહિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. 

જરૂરિયાતથી વધારે સૂવું ખોટું
જોન હોપકિન્સ મેડિસિનની રિપોર્ટમાં સામે આવ્યું કે જો કોઈ વયસ્ત લાંબા સમય સુધી દરરોજ 9 કલાકથી વધારે ઊંઘે છે તો તેને ઓવર સ્લીપિંગ માનવામાં આવે છે. જરૂરિયાથી વધારે ઊંઘ લેવું પણ બીમારીઓને આમંત્રણ આપે છે. વધારે ઊંઘવાને લીધે ટાઈપ-2 ડાયાબિટીઝ, હાર્ટ રોગ, વજન વધવું, ડિપ્રેશન, માથાનો દુખાવો વગેરે શારીરિક અને માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. જો તમને પણ દિવસભર ઊંઘ આવ્યાં કરે છે અને રાત્રે પણ જરૂર કરતાં વધારે નીંદર કરો છો તો આ તમને કોઈ બીમારીનો સંકેત આપે છે.

મેડિકલ કંડિશનનાં સંકેત
જોન હોપકિન્સ મેડિસિનના ન્યુરોલોજીસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. ચાર્લીન ગેમાલ્ડોએ કહ્યું કે  ઊંઘના કલાકો વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ શકે છે.  દરેક પુખ્ત વયના લોકોએ દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો તમને આરામ અનુભવવા માટે દરરોજ 8 થી 9 કલાકથી વધુની ઊંઘની જરૂર પડે છે તો આ કોઈ મેડિકલ કંડિશનનાં સંકેત હોઈ શકે છે.  ઘણા લોકો ઉંમર વધવાની  સાથે વધુ ઊંઘવા પણ લાગે છે. તેઓ માને છે કે આ વૃદ્ધત્વની નિશાની છે. પણ જો સતત તમારા ઊંઘનાં કલાકોમાં ફેરફાર થયા કરે છે  તો પછી હૃદય રોગ, ડાયાબિટીસ અથવા ડિપ્રેશન જેવા રોગ તમને થઈ શકે છે. 

વધુ વાંચો: ભલભલી પથરીના ભૂક્કા બોલાવી દેશે આ ચીજ, નહીં પડે ઓપરેશનની જરૂર!

ઉંમરનાં હિસાબે કેટલી ઊંઘ જરૂરી ?
નેશનલ સ્લીપ ફાઉન્ડેશન મુજબ,

  • 0-3 મહિનાના બાળક માટે 14 થી 17 કલાકની ઊંઘ જરૂરી.
  • 4-12 મહિનાના બાળકોને દરરોજ 12 થી 15 કલાકની ઊંઘની જરૂર.
  • 1-2 વર્ષના બાળકો માટે 11 થી 14 કલાકની ઊંઘ જરૂરી.
  • 3-5 વર્ષના બાળકોએ દરરોજ 10 થી 13 કલાકની ઊંઘ લેવી જોઈએ.
  • 9-12 વર્ષના બાળકોએ દરરોજ 9 થી 12 કલાકની ઊંઘ લેવી જોઈએ.
  • 13-17 વર્ષની વયના લોકોએ દરરોજ 8 થી 10 કલાકની ઊંઘ લેવી જોઈએ.
  • 18-64 વર્ષની વયના લોકોએ દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ.
  • 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોએ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ