બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:10 AM, 7 May 2025
Operation Sindoor : પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતીય સેનાએ મિસાઇલ હુમલા દ્વારા પાકિસ્તાન અને Pok માં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓનો નાશ કર્યો. આ બાબતે પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેએ કહ્યું કે, પીકચર હજુ બાકી છે.
ADVERTISEMENT
Abhi picture baki hai…
— Manoj Naravane (@ManojNaravane) May 7, 2025
ભારતીય સેનાએ આજે એટલે કે બુધવારે (7 મે) સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. પ્રેસ બ્રીફિંગની શરૂઆતમાં, 2001 માં ભારત પર થયેલા સંસદ હુમલા, 2008 માં મુંબઈ આતંકવાદી હુમલો, ઉરી, પુલવામા અને પહેલગામ હુમલાને લગતી ક્લિપિંગ્સ બતાવવામાં આવી હતી. વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પહેલગામ પરનો હુમલો કાયરતાપૂર્ણ હતો. આ હુમલો જમ્મુ અને કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

ઓપરેશન સિંદૂર અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલો સ્પષ્ટપણે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય સ્થિતિને ખલેલ પહોંચાડવાનો હતો. પહેલગામ હુમલો અત્યંત બર્બર હતો... હુમલા પછી, પરિવારના સભ્યોને પણ સંદેશ પહોંચાડવા માટે જવાની સલાહ આપવામાં આવી હતી. આ હુમલાનો ઉદ્દેશ્ય આ વિસ્તારના વિકાસને નુકસાન પહોંચાડવાનો અને તેને પછાત બનાવવાનો હતો. આ હુમલાની મોડસ ઓપરેન્ડી દેશભરમાં કોમી રમખાણો ભડકાવવાની હતી... સરકાર અને લોકોને શ્રેય જાય છે કે અમે તેને નિષ્ફળ બનાવ્યું.
ADVERTISEMENT
વધુ વાંચો : પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
વિક્રમ મિશ્રીએ કહ્યું કે, આ હુમલાનો ઉદ્દેશ્ય વિકાસ અને પ્રગતિને અટકાવીને રાજ્યને પછાત બનાવવાનો અને સરહદ પાર પાકિસ્તાન માટે તેને ફળદ્રુપ બનાવવામાં મદદ કરવાનો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.