બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / Opening of Ram Mandir doors was initiated by Congress MLA Kirit Patel statement

ગુજરાત / રામમંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી: ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન

Dinesh

Last Updated: 07:36 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Assembly Session: કોંગ્રેસ MLA કિરીટ પટેલે રામમંદિર અભિનંદન પ્રસ્તાવને લઈ કહ્યું કે, રામરાજ્યની વાત કરો છો તો રામ ન્યાયપ્રિય હતા, માનવ અધિકારનો ભંગ ન થાય તેમજ વિપક્ષને પણ તેનો બંધારણીય અધિકાર મળવો જોઈએ.

  • કોંગ્રેસ MLA કિરીટ પટેલનું રામમંદિર અભિનંદન પ્રસ્તાવને લઈને નિવેદન
  • રામમંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી: કિરીટ પટેલ
  • "ભગવાન રામ તમામ માટે આદર્શ રાજા"


ગુજરાત વિધાનસભા ગૃહમાં રામમંદિર અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને લઈ કોંગ્રેસના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રામમંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ભગવાન રામ તમામ માટે આદર્શ રાજા છે.

'સત્તાનો દુરુપયોગ બંધ કરો ત્યારે રામરાજ્ય આવશે'
તેમણે કહ્યું હતું કે,  રામમંદિર અભિનંદન પ્રસ્તાવનું અમે સમર્થન કરીશું, રામરાજ્યની વાત કરો છો તો રામ ન્યાયપ્રિય હતા. વધુમાં કહ્યું કે, માનવ અધિકારનો ભંગ ન થાય તેમજ વિપક્ષને પણ તેનો બંધારણીય અધિકાર મળવો જોઈએ. સત્તાનો દુરુપયોગ બંધ કરો ત્યારે રામરાજ્ય આવશે. તેમણે કહ્યું કે, રામ રાજ્યની વાતમાં તમે ED અને CBIનો દૂરપયોગ કરો છો તે ખરા અર્થમાં રામ રાજ્ય નથી. રામ મંદિર બનાવીને ખરા અર્થમાં રામ રાજ્યની વાત કરતા હોય તો અમે ચોક્કસ તેને સમર્થન કરીશું 

વાંચવા જેવું: મૌલાના ભડકાઉ ભાષણ કેસમાં 4ની અટકાયત: જૂનાગઢ ઉપરાંત આ જગ્યાઓનું પણ કનેક્શન ખૂલ્યું, ATSના ખુલાસા

વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાનું નિવેદન 
વિધાનસભા ગૃહમાં અમિત ચાવડા વિવિધ મુદ્દાને લઇને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને ઘરના GDPની ચિંતા  છે. લાખો યુવકો સરકારી નોકરીની તૈયારી કરે છે.  પરીક્ષા લેવાય છે ત્યારે પેપર ફૂટે છે અને કાયમી પુરા પગારની નોકરી મળતી નથી. કોર્ટમાં હક માટે યુવાનો ધક્કા ખાઇ રહ્યાં છે તેમજ ટેટ-ટાટ પાસ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી માટે રાહ જોવે છે. વધુમાં આક્ષેપો કરતા કહ્યું કે, નકલી સિરપ અને દારૂ મળતા થયા છે. ગુજરાતમાં જમીની હકિકત વિપરીત છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ