બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh program was Maulana who made inflammatory speech arrested and investigation was conducted

જૂનાગઢ / મૌલાના ભડકાઉ ભાષણ કેસમાં 4ની અટકાયત: જૂનાગઢ ઉપરાંત આ જગ્યાઓનું પણ કનેક્શન ખૂલ્યું, ATSના ખુલાસા

Dinesh

Last Updated: 05:12 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news: મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે, જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ ચાલી રહી છે

  • જૂનાગઢના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાની ધરપકડ
  • મૌલાનાની પૂછપરછમાં ગુજરાત ATSએ કર્યો ખુલાસો
  • મૌલાના વિરુદ્ધ 5 ગુના નોંધાયા હોવાનું આવ્યું સામે


જૂનાગઢમાં વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદિત નિવેદન આપ્યા બાદ રવિવારે રાત્રે મુંબઇથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત એ.ટી.એસ મુંબઇથી મૌલાનાને અમદાવાદ લાવાંમાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં મૌલાના આવ્યો હતો. 14મી ફેબ્રુઆરીએ મૌલાના મોરબીના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. મૌલાનાએ જૂનાગઢમાં વ્યસન મુક્તિ કાર્યક્રમમાં તેમણે ભડકાઉ ભાષણ કર્યું હતું.  

મૌલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો
મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની પણ તપાસ હાથ ધરાઈ છે. જેના પાકિસ્તાન સાથેના કનેક્શનને લઈને તપાસ શરૂ કરાઈ છે. અત્રે જણાવીએ કે, મૌલાના મૂળ કર્ણાટકનો હોવાનું સામે આવ્યું છે. મૌલાના હાલ મુંબઈમાં પરિવાર સાથે રહેતો હતો. મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે કે, મૌલાનાના ટ્રસ્ટના રૂપિયાનો ઉપયોગ શું થતો હતો જેને લઈને તપાસ શરૂ કરાઈ છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે જેને લઈને ગુજરાત ATSની તપાસ તેજ કરી છે. 

વાંચવા જેવું: ફરી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવશે! હવામાન વિભાગની કડકડતી આગાહી, જાણો આગામી 5 દિવસ કેવું રહેશે તાપમાન

વિવાદિત ભાષણ મામલે મૌલાના સલમાનની ધરપકડ
મુંબઈમાં ધરપકડ સમયે પોલીસ કાર્યવાહીમાં વિરોધ બદલ 4 શખ્સોની અટકાયત કરાઈ છે. સમગ્ર કેસને લઇને જૂનાગઢના પોલીસ વડા હર્ષદ મહેતાએ નિવેદન આપી જણાવ્યું કે, વ્યસનમુક્તિ માટે મંજૂરી માગવામાં આવી હતી. જેમાં મુસ્લિમ ધર્મના વક્તા મૌલાના મુફ્તિએ વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. જેન લઇને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સમગ્ર કેસને લઇને મુંબઇ પોલીસ અને ગુજરાત એ.ટી.એસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સિસ્ટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જૂનાગઢના પોલીસ વડાએ આ સાથે મૌલાનાની ધરપકડને લઇને કોઇ વિવાદ ઉભો ન કરવા જણાવ્યું. સોશિયલ મીડિયામાં પણ કોઇ વિવાદાસ્પદ ટીપ્પણી કરી સામાજીક માહોલ ડહોળશેતો તેની સામે કાર્યવાહી કરાશે તેવી પોલીસ વડાએ ચિમકી ઉચ્ચારી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ