બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / One made reels on eco vehicle, the other took out a sword and celebrated his birthday.

કાયદાની શીખ / યુવાનોમાં સસ્તી લોકપ્રિયતાનો ક્રેઝ: એકે ઈકો ગાડી પર બનાવી રીલ્સ, તો બીજાએ તલવાર કાઢી બર્થ ડે ઉજવ્યો, જુઓ કરતૂતનો વીડિયો

Vishal Khamar

Last Updated: 08:02 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકચાહનાં મેળવવા માટે કેટલાક રીલ્સ ઘેલા યુવાનો દ્વારા જીવનાં જોખમે રિલ્સ બનાવવામાં આવે છે. બનાસકાંઠમાં બે યુવકો દ્વારા રિલ્સ બનાવી વાયરલ કરતા પોલીસે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સુરતમાં એક યુવક હાથમાં તલવાર લઈને ઉભેલો વીડિયો વાયરલ કર્યો છે.

 

  • જીવનાં જોખમે યુવકો રિલ્સ બનાવી કરે છે વાયરલ
  • બનાસકાંઠામાં બે યુવકો દ્વારા રિલ્સ બનાવી વાયરલ કરતા કાર્યવાહી
  • સુરતમાં પણ એક યુવક હાથમાં તલવાર લઈ ઉભેલો વીડિયો વાયરલ કર્યો

રાજ્યમાં સસ્તી લોકપ્રિયતા મેળવવાના ચક્કરમાં લોકો સોશિયલ મીડિયા માટે જોખમી વીડિયો બનાવીને પોતાના જીવ જોખમમાં મુકે છે. તેમજ હથિયારો, કાર અને સ્ટંટ કરીને જન્મ દિવસની ઉજવણી કરતા હોઈ છે. ત્યારે આવી જ ઘટના સુરત અને બનાસકાંઠામાં સામે આવી છે. બનાસકાંઠાના થરાદ-સંચોર હાઈવે પર ઇકો કાર ઉપર બેસી જોખમી રિલ્સ બનાવતા યુવાનો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સુરતના વીડિયોમાં જન્મદિવસને લઈ જાહેરમાં તલવાર લઈ ઉભેલા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. સુરતના વીડિયોને લઈ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

થરાદ પોલીસે રિલ્સ બનાવનાર બન્ને યુવક વિરુદ્ધ કરી કાર્યવાહી 
બનાસકાંઠામાં જોખમી રિલ્સ બનાવનાર બે યુવકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ-સાંચોર હાઈવે પર ઈકો કાર પર બેસી જોખમી રિલ્સ બનાવી હતી. જોખમી રિલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. થરાદ પોલીસે રિલ્સ બનાવનાર બંને યુવક મનોજ દરજી અને યાસીન નામનાં બે શખ્શની અટકાયત કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પંકજ યાદવ નામનો વ્યક્તિ જાહેરમાં તલવાર કાપી રહ્યો છે કેક 
સુરતમાં પોલીસ કમિશ્નરનાં જાહેરનામાનો ફરી ભંગ કરતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મ દિવસની ઉજવણીનો પંકજ યાદવ નામનાં વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જાણવા મળતી માહિતી મુજબ પંકજ પટેલ માથાભારે શખ્સની છાપ ધરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ