બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / One country, one election in Gujarat BJP-Congress back and forth

પ્રતિક્રિયા / એક દેશ, એક ચૂંટણી અંગે ગુજરાત ભાજપ-કોંગ્રેસમાં વાર પલટવાર, સી આર પાટીલ, શક્તિસિંહના નિવેદનથી રાજકારણ ઉકળ્યું

Vishal Khamar

Last Updated: 08:55 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દેશ, એક ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારે કમિટી બનાવતા સમગ્ર ભારતનાં રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી.

  • એક દેશ, એક ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારે કરી કમિટીની રચનાં
  • એક દેશ એક ચૂંટણી થકી મતદારોના સમયની બચત થશેઃ સી.આર.પાટીલ
  • અન્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ભાજપે એક દેશ એક ચૂંટણીની ચર્ચા શરૂ કરીઃ શક્તિસિંહ ગોહિલ

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ત્યારે એક દેશ, એક ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારે કમિટી બનાવતા સમગ્ર ભારતનાં રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ છે. કમિટી આ અંગે પોતાનો રિપોર્ટ આપશે. તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ કમિટીનું નેતૃત્વ કરશે. ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર સૂચના પણ બહાર પાડશે.

એક દેશ એક ચૂંટણી થકી મતદારોના સમયની બચત થશેઃ સી.આર.પાટીલ
આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોઈને કોઈ જગ્યાએ ચૂંટણી થતી જ હોય છે.  જે ન ચાલવી જોઈએ. એક જ સમયે બધી ચૂંટણીઓ થઈ જાય. તેમજ મતદાર એક સાથે જ ચૂંટણી માટે પોતાનો મત આપી શકે છે. ત્યારે વારંવાર મતદારને જે મત આપવા જવું પડે છે. તે પણ જવું પડશે નહી. ચૂંટણીની તૈયારી માટે અધિકારીઓ તેની તૈયારીમાં લાગેલા હોય છે. જેમાં તેઓનાં ઘણા મહિનાં બગડે છે. તેમજ લોકોનાં કામ પણ થતા નથી. જેથી લોકોને તે કામ માટે રાહ જોવી પડે છે.

અન્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા ભાજપે એક દેશ એક ચૂંટણીની ચર્ચા શરૂ કરીઃ શક્તિસિંહ ગોહિલ
આ બાબતે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલે સરકારની આ કવાયતને હાસ્યાસ્પદ ગણાવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આ વાત કરવી હોય તો સાડા નવ વર્ષ હતા. તો વાત કેમ ન કરી શક્યા અત્યાર સુધી. ત્યારે ખરા અર્થમાં કરવું નથી. કોઈ પ્રપોઝલ નથી. માત્ર એક કાંકરો ફેંકવાનો જેથી જે સાચા ઈશ્યું છે એની ચર્ચા ન થાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ