બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / On Twitter, PM Modi and ministers have been given a new label apart from the blue tick, common people cannot buy it

નવો પ્રયોગ / Twitter પર PM મોદી તથા મંત્રીઓને બ્લૂ ટિક સિવાય અપાયું નવું લેબલ, ખરીદી નહીં શકે સામાન્ય લોકો

Megha

Last Updated: 09:19 AM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લુ ટિક પછી ટ્વિટર 'ઓફિશિયલ' બેજ લઈને આવી છે અને ટ્વિટરના જણાવ્યા અનુસાર આ 'ઓફિશિયલ' લેબલ બ્લૂ ટિકની જેમ ખરીદી નહીં શકાય.

  • ટ્વિટરે ઘણા વેરિફાઈડ એકાઉન્ટને આ ઓફિશિયલ બેજ આપ્યા
  • દરેક વેરીફાઇડ એકાઉન્ટ્સને નહીં મળે આ 'ઓફિશિયલ' લેબલ 
  • પીએમ મોદી અને અન્ય ઘણા મંત્રીઓની ટ્વિટર પ્રોફાઇલ પર 'ઓફિશિયલ' લેબલ દેખાયું

બ્લુ ટિક પર ચાર્જ વસૂલવાના નિર્ણય બાદ ટ્વિટર હવે એલન મસ્ક 'ઓફિશિયલ' લેબલ  (Official Lebel) લઈને આવ્યા છે. જણાવી દઈએ કે ટ્વિટરે ઘણા વેરિફાઈડ એકાઉન્ટને આ ઓફિશિયલ બેજ આપ્યા છે અને બુધવારે સાંજે પીએમ મોદી અને અન્ય ઘણા મંત્રીઓની ટ્વિટર પ્રોફાઇલ પર 'ઓફિશિયલ' લેબલ દેખાયું હતું.  આવી જ રીતે યુએસ બેસ્ડ આ સોશિયલ મીડિયા કંપની બ્લુ ટિક સિવાય 'ઓફિશિયલ' બેજ લઈને આવી છે અને એ બેજને લઈને જ કંપનીએ ટ્વિટર બ્લુ ટિક્ડ એકાઉન્ટ્સ અને ઓફિશિયલ એકાઉન્ટ્સ વચ્ચે એક તફાવત બનાવી દીધો છે. જો કે આ અપડેટ એક ઘટના પછી આવ્યું હતું જેમાં ઓસ્ટ્રેલિયાના એક પ્રોફેસરે એલન મસ્કની ટ્વિટર પ્રોફાઈલ કોપી કરીને તેમના નામને લઈને ઘણી મજાક ઉડાવી હતી.

દરેક વેરીફાઇડ એકાઉન્ટ્સને નહીં મળે આ 'ઓફિશિયલ' લેબલ 
ગઇકાલથી આજ સુધીમાં ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેટલાક અન્ય મંત્રીઓના ટ્વિટર હેન્ડલ પર પણ આ લેબલ જોવા મળ્યું હતું. જો કે આ વિશે ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે ટ્વિટર પર લખ્યું હતું કે, "મને ઘણા લોકોએ પૂછ્યું છે કે અમે બ્લુ ટિકવાળા ગ્રાહકો અને ઓફિશિયલ વેરિફાઈડ એકાઉન્ટ્સ વચ્ચે કેવી રીતે તફાવત કરશું અને આ કારણે અમે કેટલાક એકાઉન્ટ્સ માટે 'ઓફિશિયલ' લેબલ રજૂ કરી રહ્યા છીએ અને આ સાથે જ જણાવી દઈએ કે પહેલાથી વેરીફાઇડ બધા એકાઉન્ટ્સને પણ આ 'ઓફિશિયલ' લેબલ નહીં મળે.'

કોને મળશે 'ઓફિશિયલ' લેબલ ?
ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડેના જણાવ્યા અનુસાર, 'જે એકાઉન્ટ્સને 'ઓફિશિયલ' લેબલ આપવામાં આવી રહ્યું છે તેમાં સરકારી એકાઉન્ટ્સ, કમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર, મીડિયા આઉટલેટ્સ અને પબ્લિક હસ્તીઓનો સમાવેશ થાય છે. અને આ 'ઓફિશિયલ' લેબલ ખરીદી શકાતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ