ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / On the occasion of Akshay Tritiya, chariot sandalwood was worshiped at Ahmedabad Jagannath temple

તૈયારી / જય જગન્નાથ! અક્ષય તૃતિયા નિમિત્તે રથની કરાઈ ચંદન પૂજા, હવે રથયાત્રાની તૈયારીઓ થશે શરૂ, જુઓ VIDEO

Published By: ParthB

Last Updated: 03:26 PM, 3 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અક્ષયતૃતિયાના દિવસે અમદાવાદ જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ.  આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે.

ADVERTISEMENT

  • આજે અક્ષય તૃતિયાનું પાવન પર્વ
  • અમદાવાદના જગન્નાથ મંદિરે રથયાત્રાની તૈયારીઓ શરૂ 
  • જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ 
  • પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ શરૂ થશે

જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ 

આજે અખાત્રીજ નો દિવસ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજ પર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરાયું. 

પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ શરૂ થશે

મહત્વનું છે કે, રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ કરવામાં આવે છે. ત્યાર બાદ 14 જૂને રાજ્યના મંત્રીઓની હાજરીમાં જળયાત્રા યોજાશે અને 1 જુલાઈએ રંગેચંગે જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 145 મી રથયાત્રા નીકળશે. આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમ જ શણગારેલી ટ્રકો સાથે નીકળશે.

અખાત્રીજના પાવન પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ  

અમદાવાદ જગન્નાથ મંદિરે હાલ જે ઐતિહાસિક રથ છે તે અંદાજે 140 વર્ષ જૂના છે. રથ જૂના હોવાના કારણે જર્જરિત થઈ ગયા છે. જેના સમારકામમાં પણ તકલીફ પડી રહી છે. જેથી હવે નવા રથ તૈયાર કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં પાંચથી સાત મહિનાનો સમય લાગે છે. એટલે કે આવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે. જો કે, આ વર્ષે તો જૂના રથમાં જ યાત્રા નીકળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Tritiya ahmedabad chariot sandalwood અક્ષય તૃતીયા અમદાવાદ ગુજરાતી ન્યૂઝ ચંદન રથ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ