બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Odisha train accident: Even ticketless travellers will receive compensation

મોટી મદદ / ટિકિટ વગરના મુસાફરોને પણ મળશે વળતર, ઓડિશા ટ્રેન અકસ્માતમાં ઘાયલ લોકો માટે રેલવેનું મોટું એલાન

Hiralal

Last Updated: 10:29 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ માટે રેલવેએ એક મોટી મદદનું એલાન કર્યું છે.

  • ઓડિશા ટ્રેન પીડિતોને વધુ એક મોટી મદદ
  • ટિકિટ વગરના મુસાફરોને પણ મળશે મદદ 
  • રેલવે દ્વારા જાહેર થયેલ પુરુ વળતર મળશે 

ઓડિશાના બાલાસોરમાં 175થી વધુ લોકોના ભોગ લેનારા રેલ અકસ્માતને લઈને રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. રેલવેએ જાહેરાત કરી છે કે બન્ને ટ્રેનોમાં જે પણ મુસાફરો ટિકિટ વગરના હતા તેમને પણ જાહેર થયેલું પુરુ વળતર આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે આ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કરવામાં આવશે.

ઘાયલ થયેલા દરેક મુસાફર પાસે એક ગાઈડ 
રેલવે બોર્ડના મેમ્બર જયા વર્મા સિંહાએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં દાખલ દરેક ઈજાગ્રસ્ત મુસાફરની સાથે એક સ્કાઉટ અથવા ગાઇડ હોય છે, જે તેમને તેમના સગાઓ શોધવામાં મદદ કરી રહ્યાં છે. 

ઘાયલો 139 પર ફોન કરે, મળશે તાત્કાલિક મદદ 
સિંહાએ કહ્યું કે રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ હેલ્પલાઈન નંબર 139 પર પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા વધુ લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇજાગ્રસ્ત અથવા મૃતકના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે સુનિશ્ચિત કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમના પ્રવાસ અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું."

 

મૃતકોને દરેકને 10 લાખનું વળતર 
રેલવેએ કહ્યું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી વળતરની રકમ - મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઈજાઓ માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઈજાઓ માટે રૂ. 50,000 - ની તાત્કાલિક વહેંચણી સુનિશ્ચિત કરવામાં આવશે.

ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા 
રેલવેના જણાવ્યા મુજબ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. ઘટના સ્થળે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ