બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Objectionable video of BJP leader Kirit Somaiya in Maharashtra goes viral

અશ્લિલ પ્રદર્શન / VIDEO : વાંધાજનક હાલતમાં બેડ પર દેખાયા નેતા, કથિત સેક્સ વીડિયો વાયરલ થતાં રાજનીતિમાં હડકંપ

Hiralal

Last Updated: 03:02 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા કિરિટ સોમૈયાનો એક વાંધાજનક વીડિયો વાયરલ થતા રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે.

  • ભાજપ નેતા કિરિટ સોમૈયાનો વાંધાજનક વીડિયો વાયરલ
  • મહિલા સાથે દેખાઈ રહ્યાં છે વાંધાજનક હાલતમાં
  • એક ટીવી ચેનલે ચલાવી દીધો વીડિયો
  • વીડિયો ફેક હોવાનો કિરીટ સોમૈયાનો દાવો 

રાજનીતિમાં વાંધાજનક વીડિયો વાયરલ થવા નવી વાત નથી, અવારનવાર આવું થતું જ રહે છે હવે તેમાં એકનો વધારો થયો છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા કિરીટ સોમૈયાનો એક કથિત સેક્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે રાતે મહારાષ્ટ્રની એક સ્થાનિક મરાઠી ચેનલે આ સેક્સ વીડિયો પ્રસારિત કર્યો હતો જે પછી તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કિરિટ સોમૈયા જેવા લાગતા એક નેતા ઉઘાડા શરીર બેડ પર પડ્યાં હોવાનું અને વાતો કરી રહેલા જણાય છે. આ વીડિયો કિરિટ સોમૈયાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. 

કથિત સેક્સ વીડિયો વાયરલ થતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ 
કથિત સેક્સ વીડિયો વાયરલ થતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષને આ મુદ્દે ભાજપની ઘેરાબંધની તક મળી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કિરીટ સોમૈયા સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવારના નજીકના સાથી અનિલ દેશમુખે કહ્યું કે વાયરલ વીડિયોની ગૃહ વિભાગ દ્વારા તપાસ થવી જોઈએ, વીડિયોમાંથી સત્ય સામે આવવું જોઈએ. તો બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે કહ્યું છે કે તેઓ વિધાન પરિષદમાં આ બાબત ઉઠાવશે.

કિરીટ સોમૈયાએ શું સ્પસ્ટતા કરી
કિરીટ સોમૈયાએ વાયરલ વીડિયોને ફેક ગણાવ્યો છે. તેમણે વાયરલ વીડિયો પાછળ રાજકીય ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે આ અંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વીડિયોની તપાસની માંગ કરી છે. "એક ન્યૂઝ ચેનલ પર મારી એક વિડિયો ક્લીપ બતાવવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેં ઘણી મહિલાઓને હેરાન કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવી ઘણી વધુ વિડિયો ક્લીપ્સ અસ્તિત્વમાં છે અને મારી સામે ઘણી ફરિયાદો મળી છે. મેં ક્યારેય કોઈ મહિલા સાથે ગેરવર્તન કર્યું નથી. હું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે તેઓ આવા આક્ષેપોની તપાસ કરે અને વીડિયોની પ્રામાણિકતાની ચકાસણી કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ