બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / NRI OCI have to compulsary register marriage in india in future

જાણવું જરૂરી / લગ્નના નામે છેતરપિંડી કરતા NRIની હવે ખેર નથી, કાયદા પંચે સરકારને કરી છે આ રજૂઆત

Manisha Jogi

Last Updated: 08:13 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI, OCI નાગરિકોએ હવે ભારતીય નાગરિક સાથે કરેલા લગ્નને ભારતમાં જ રજિસ્ટર કરાવવું ફરજિયાત બની શકે છે. લગ્નના નામે છેતરપિંડી થતી અટકાવવા કાયદા પંચે સરકારને રજૂઆત કરી છે.

  • લગ્નના નામે છેતરપિંડી થતી અટકાવવા રજૂઆત
  • કાયદા પંચે સરકારને રજૂઆત કરી
  • ભારતમાં જ લગ્ન રજિસ્ટર કરાવવા જરૂરી

લ઼ૉ કમિશને બિનનિવાસી ભારતીય એટલે કે NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નો અંગે નવી ભલામણ કરી છે. આ ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે, NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નોમાં ઘણા પરિવારો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જે ચિંતાજનક છે. જેથી આ પરિસ્થિતિ માટે યોગ્ય કાયદો અને રજિસ્ટ્રેશન જરૂરી છે. 

આયોગના અધ્યક્ષ જસ્ટિસ ઋતિરાજ અવસ્થીએ કાયદા મંત્રાલયને 'બિનનિવાસી ભારતીયો અને ભારતના પ્રવાસી નાગરિકોને લગતા વૈવાહિક મુદ્દા પર કાયદા' નામનો રિપોર્ટ સબમિટ કર્યો છે. આ રિપોર્ટમાં આયોગે જણાવ્યું છે કે, હાલમાં જે NRI અને ભારતીય મૂળના ભારતીય નાગરિકો સાથે થતા લગ્ન વિશે હાલ જે કાયદો છે, તે પૂરતો નથી. આ કાયદો ભારતીય નાગરિકોને પૂરતી સુરક્ષા આપતો નથી.

આયોગનું શું કહેવું છે?

સેવાનિવૃત્ત જસ્ટિસ ઋતુરાજ અવસ્થિએ કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલને લખેલા પોતાના કવરિંગ લેટરમાં લખ્યું છે કે,'NRI અને ભારતીય નાગરિકો વચ્ચે થતા લગ્નોમાં થઈ રહેલી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. રિપોર્ટ એવા લગ્નો વિશે છે, જેમાં લગ્ન છેતરપિંડી સાબિત થાય છે, જેને કારણે આ લગ્નનો ભાગ બનેલી મહિલાઓએ ભોગ બનવું પડે છે. 

કાયદા પંચના કહેવા પ્રમાણે આ પ્રકારનો કાયદો માત્ર NRI જ નહીં પરંતુ ભારતીય મૂળના પ્રવાસી વિદેશી નાગરિકો એટલે કે oci દરજ્જો ધરાવનાર નાગરિકો પર પણ લાગું થવો જોઈએ. જસ્ટિસ અવસ્થીએ કહ્યું છે કે, 'અમે એ પણ ભલામણ કરી રહ્યા છીએ કે NRI/OCI અને ભારતીય નાગરિકો વચ્ચે બધા પ્રકારના લગ્નને ભારતમાં ફરજિયાત રજિસ્ટર કરાવવા જોઈએ.

કાયદામાં શું હોવું જોઈએ?

જસ્ટિસ ઋતુરાજ અવસ્થીના કહેવા પ્રમાણે નવા કેન્દ્રીય કાયદામાં છૂટાછેડા, જીવનસાથીના ભરણ પોષણ, બાળકો માટે એલ્યુમની, NRI અને OCIને સમન, વોરંટ અથવા કાયદાકીય દસ્તાવેજ સામેલ કરવાની જોગવાઈ પણ હોવી જોઈએ. સાથે જ પાસપોર્ટ અધિનિયમ 1967માં સંશોધન કરીને લગ્ન સમયે હાલની વૈવાહિક સ્થિતિની જાહેરાત, પતિ-પત્નીના પાસપોર્ટને એક બીજા સાથે જોડી દેવા, બંનેના પાસપોર્ટ પર લગ્નના રજિસ્ટ્રેશનનો નંબર આપવો જરૂરી છે. 

વધુ વાંચો: શું તમારે પણ અમેરિકા જવું છે? તો વિઝા એપ્લાય દરમ્યાન આટલાં પોઇન્ટ્સ અવશ્ય ધ્યાનમાં રાખજો

આ સમગ્ર રિપોર્ટમાં કાયદાપંચનું કહેવું છે કે છેતરપીંડીથી બચવા માટે બિનનિવાસી ભારતીય વિવાહ નોંધણી વિધેયક 2019ને 11 ફેબ્રુઆરી 2019ના રોજ રાજ્યસભામાં રજૂ પણ કરવામાં આવ્યું હતું. 16મી લોકસભામાં આ વિધેયકને વિદેશ મામલાની સમિતિની મોકલવામાં આવ્યું હતું. જે બાદ 17મી એટલે કે હાલની લોકસભા બન્યા બાદ આ વિધેયકને આગળ તપાસ માટે ફરી વિદેશ મામલાની સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ