બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:12 PM, 24 October 2025
Study Aerospace Engineering: જ્યારે પણ અમેરિકામાં કોઈ એવી ડિગ્રીનો ઉલ્લેખ થાય છે કે જેનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને ભરપૂર નોકરી મળી રહી છે, ત્યારે સૌથી પહેલા કમ્પ્યુટર સાયન્સ કોર્સનું નામ આવે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધિત MBBS અથવા MD ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને પણ ઝડપથી નોકરી મળી જતી હશે. આનું મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં હેલ્થકેર સેક્ટર સારો પગાર આપે છે. એવી જ રીતે ટેક સેક્ટરમાં પણ પુષ્કળ નોકરીઓ મળી જાય છે એ પણ સારા પગાર સાથે.
ADVERTISEMENT

જોકે, એ જાણીને આશ્ચર્ય જરૂર થશે કે એક એવી ડિગ્રી પણ છે કે જે ન તો મેડિકલ સાથે જોડાયેલી છે, ન તો ટેક ફિલ્ડની છે. પણ આ ડિગ્રી લઈને વિદ્યાર્થીઓને મોટી-મોટી કંપનીઓમાં મોટા પગારવાળી નોકરીઓ મળી રહી છે. યુએસ સેન્સસ બ્યુરોના અમેરિકન કોમ્યુનિટી સર્વે (IPUMS) ના ડેટા પ્રમાણે, એરોસ્પેસ એન્જિનિયરિંગ એક એવી ડિગ્રી છે કે જે ધરાવનાર વિદ્યાર્થીઓ સૌથી ઓછા બેરોજગાર છે. આ ડિગ્રી ધરાવનાર વિદ્યાર્થીઓમાં બેરોજગારીનો દર માત્ર 1.4% છે. તેમને વાર્ષિક 1 કરોડ રૂપિયા (આશરે 10 મિલિયન ડોલર) થી વધુના પેકેજ પણ મળી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે સવાલ એ ઉભો થાય છે કે અમેરિકામાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવો હોય તો ક્યાંથી કરી શકાય? એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, પરડ્યુ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિશિગન-એન આર્બર, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેન, યુનિવર્સિટી ઓફ કોલોરાડો જેવી સંસ્થાઓમાં એરોસ્પેસ એન્જિનિયરિંગ કરી શકાય છે.
આ પણ વાંચો: કેનેડામાં અભ્યાસથી ભારતીય વિદ્યાર્થીઓએ મોં ફેરવી લીધું, 60 % સ્ટુડન્ટ્સમાં ઘટાડો, જાણો કારણ
ADVERTISEMENT
એરોસ્પેસ એન્જિનિયરનું કામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ, સ્પેસ ક્રાફ્ટ, સેટેલાઇટ અને મિસાઇલની ડિઝાઇન અને ઉત્પાદન કરવાનું છે. સરકારી અને પ્રાઇવેટ બંને સેક્ટર્સમાં એરોસ્પેસ એન્જિનિયર્સને નોકરી મળી રહી છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે, એરોસ્પેસ એન્જિનિયરનો સરેરાશ વાર્ષિક પગાર $134,830 (આશરે રૂ. 1.18 કરોડ) છે. દર વર્ષે, અમેરિકામાં એરોસ્પેસ એન્જિનિયરની 4,500 નોકરીઓ બહાર પડે છે. NASA, SpaceX, Boeing, Lockheed Martin, Northrop Grumman અને Blue Origin જેવી કંપનીઓ એરોસ્પેસ એન્જિનિયરોને નોકરી પર રાખે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.