બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Now we also have to unite..: Arjun Kapoor said on the boycott trend of Bollywood

મનોરંજન / બહુ, થયું! હવે આપણે પણ એક થવું પડશે..: બૉયકોટ મામલે ભડક્યો અર્જુન કપૂર, લોકો પર કાઢ્યો ગુસ્સો

Megha

Last Updated: 10:19 AM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અર્જુન કપૂરે બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હવે સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે.'

  • બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડના આ વિવાદ પર અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી
  • ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું, હવે અમે બોલશું. - અર્જુન કપૂર 

વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ 'લાલ સિંહ ચઢ્ઢા' અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ' રક્ષાબંધન'. આ બંને ફિલ્મ બોક્સ ઓફઈફ પર કોઈ ખાસ કમાલ બતાવી શકી નથી. બોલીવુડને બૉયકોટ કરવાના ટ્રેન્ડને કારણે હૃતિક રોશનની આગામી ફિલ્મ 'વિક્રમ વેધા', અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' અને શાહરૂખ ખાનની 'પઠાણ' મોકૂફ રાખવામાં આવી છે. બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડના આ વિવાદ પર હવે અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી હતી.

અર્જુને કઇંક આવું બોલ્યા
અર્જુન કપૂરે બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હવે સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે, કારણ કે હવે આ વાત ઘણી આગળ વધી રહી છે. હવે યુઝર્સનો જવાબ આપવાનો વારો છે.' એક મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન કપૂરે આગળ કહ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું, લોકો અમારા મૌનનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. પહેલા મને લાગ્યું હતું કે અમારું કામ બોલશે, શા માટે આવી  પ્રતિક્રિયા આપીને હાથ ગંદા કરવા પણ હવે વાત ઘણી આગળ વધી રહી છે. બોલીવુડને બૉયકોટ કરવાની લોકોની સિસ્ટમ હવે એમની આદત બની ગઈ છે."

આગળ અર્જુન કપૂરે કહ્યું હતું કે, ' હવે બધાએ સાથે આવીને આવા લોકો સામે અવાજ ઉઠાવવો પડશે કારણ કે જે લોકો અમારા વિશે લખી રહ્યાં છે, હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે એ બધા લોકોને રિયાલિટી ખબર નથી. જ્યારે અમે કોઈ ફિલ્મમાં કામ કરી છીએ અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે  છે તેનો મતલબ એમ છે કે અમારી ફિલ્મ સારી છે અને લોકોને અમારું કામ પસંદ આવ્યું છે. બોક્સઓફિસ પર અમારી અટકને કારણે નહીં, પણ અમારા કામને કારણે ફિલ્મ કમાણી કરે છે. લોકો એ તે વાત સમજવી પડશે.' 

અર્જુન કપૂરે કહ્યું હતું કે, ' શુક્રવારે સવારે પહેલા લોકોમાં સ્પાર્ક હતો, નવી ફિલ્મને લઈને ઉત્તેજના હતી અને એ જ ઈન્ડસ્ટ્રીની ચમક હતી જે હવે ફિક્કી પડતી જાય છે. જો કોઈ નાવી ગાડી પર એકધારું કીચડ ઉછાળતા રહે તો કોઈ પણ ચકાચક ગાડીની ચમક ફિક્કી પડી જાય છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ