બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / North India in the grip of bitter cold: Meteorological department has issued red alert in these states

શીતલહેર / કાતિલ ઠંડીની ઝપેટમાં ઉત્તર ભારત: દિલ્હી-પંજાબથી લઇને આ રાજ્યોમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર

Priyakant

Last Updated: 08:40 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી દિવસોએ આ રાજ્યોમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. લોકોને પ્રદૂષણ અને સૂકી ઠંડીથી રાહત મળશે

  • ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની લપેટમાં
  • 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરી શકે 
  • પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 21મીએ વહેલી સવારે વરસાદ અને હિમવર્ષા
  • 23-25 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, UP અને ઉત્તર રાજસ્થાનમાં વરસાદની સંભાવના

ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ ( IMD ) અનુસાર 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 21મીએ વહેલી સવારે વરસાદ અને હિમવર્ષાની પ્રક્રિયા ચાલુ રહેશે. 23 અને 25 જાન્યુઆરી સુધીમાં તે વધુ તીવ્ર થવાની ધારણા છે.

ફાઇલ તસવીર 

દેશમાં સતત વધી રહેલી ઠંડી વચ્ચે 23 અને 25 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે. જોકે આનાથી લોકોને પ્રદૂષણ અને સૂકી ઠંડીથી રાહત મળશે.

ફાઇલ તસવીર 

આ તરફ રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઘણા ઘરવિહોણા દિલ્હીવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે કે, તેઓને અધિકારીઓ તરફથી વધુ મદદ મળી નથી. ધુમ્મસના કારણે મુસાફરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ તરફ ભારતીય રેલવેએ માહિતી આપી હતી કે, ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 6 ટ્રેનો મોડી ચાલી રહી છે. કાશ્મીરની વાત કરીએ તો ઉપરના વિસ્તારોમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે. જોકે આગામી દિવસોમાં ધુમ્મસ અને કોલ્ડવેવથી રાહત મળશે.

ફાઇલ તસવીર 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ