બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Non secretarial examination malpractice case FSL investigation paper leaks

તપાસ / બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે થયો મોટો ખુલાસો, શું હવે સરકાર રદ્દ કરશે પરીક્ષા?

Hiren

Last Updated: 07:01 PM, 14 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લેવાયેલી બિનસચિાલય ક્લાર્કની પરીક્ષાને લઈને એકબાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ગત તારીખ 17 નવેમ્બરના રોજ લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓ આરોપ લગાવી રહ્યા છે. ત્યારે FSLની તપાસમાં આ પેપર લીક થયાનું સામે આવ્યું છે.

  • FSLની તપાસમાં પેપર લીક થયાનું સામે આવ્યું 
  • મોબાઇલ મેસેજના આધારે પેપર લીક થયાનું સામે આવ્યું 
  • પરીક્ષાના નિયત સમય પહેલા પેપર લીક થયું હતું

બિન સચિવાલયની પરીક્ષાનું પેપર મોબાઇલ મેસેજના આધારે લીક થયું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાના નિયત સમય પહેલા પેપર લીક થયું હતું. ત્યારે હવે આ પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું સામે આવી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી દ્વારા જે પણ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે અને તેમાં ગેરરીતિઓ થઇ રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારની છાપ ખરડાતા હવે ગૌણ સેવા પસંદગી દ્વારા આગામી પરીક્ષાઓ ન લેવાનો નિર્ણય લઇ શકે છે. 

બિનસચિવાલય પરીક્ષામા SIT તપાસ મામલે પ્રદિપસિંહનુ નિવેદન 

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, SIT ટીમ તેની સમય મર્યાદામા તપાસ પુર્ણ કરશે. SIT તપાસમા જે તથ્યો સામે આવશે તે સરકાર સામે રજૂ કરશે. રાજ્ય સરકાર તે તથ્યોના આધારે નિર્ણય લેશે.

મહત્વનું છે કે, 17 નવેમ્બરે સવારે 11-6 મિનિટે આ પેપર સોશિયલ મીડિયામાં ફરતુ થયું હોવાનો આરોપ લગ્યા છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ક્લાર્કની પરીક્ષા 12 વાગે લેવાવાની હતી તે પહેલા પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ એ પણ દાવો કર્યો છે કે કેટલાક સ્થળે સીલ તુટેલા પેપર નીકળ્યા હતા પરંતુ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે અગાઉ LRDનું પેપર લીક થયું હતુ જેને પગલે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું. ત્યારે હવે ફરી લેવાયેલ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર પણ લીક થયું હોવાનું સાબિત થયું છે.

ત્યારે કેટલાક સવાલો થાય છે કે શું હવે સરકાર પરીક્ષા રદ્દ કરશે ? પેપર લીક કરનાર સામે શું કાર્યવાહી થશે ? વિદ્યાર્થીઓએ આપેલા પુરાવા સાચા જ હતા ? પેપર ફોડનારને ક્યારે દંડાશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ