ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Nitin Parmar's suicide case: murder or suicide? Big revelations in FSL report, problems may increase for MLA Vimal Chudasama

જૂનાગઢ / નીતિન પરમારના આપઘાત કેસ: હત્યા કે આત્મહત્યા? FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, MLA વિમલ ચુડાસમાની વધી શકે મુશ્કેલી

Published By: Vishal Khamar

Last Updated: 09:31 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં ચોરવાડનાં ઝુઝારપુરનાં નીતિન પરમાર આપઘાત મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે FSL માં નીતિને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કર્યાનું સામે આવતા હવે ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

ADVERTISEMENT

  • જૂનાગઢના ચોરવાડના ઝુઝારપુરના નીતિન પરમારના આપઘાતનો મામલો
  • FSL રિપોર્ટમાં નીતિને ગળેફાંસો લગાવી આત્મહત્યા કર્યાનું ખુલ્યું 
  • પોલીસ ધારાસભ્ય સહિત અન્ય બે લોકોની કરી શકે છે પૂછપરછ

 

જૂનાગઢનાં ચોરવાડનાં ઝુઝારપુરનાં નીતિન પરમારનાં આપઘાત મામલે એફએસએલ રિપોર્ટમાં નીતિને ગળે ફાંસો લગાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. ત્યારે નીતિનના ભાઈ અને સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતક નીતિને આપઘાત પહેલા પત્નિને પણ વીડિયો કોલ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો
નીતિન પરમારનાં આત્મહત્યા કેસમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. નીતિને સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાનું નામ લખ્યું હતું. તેમજ વિમલ ચુડાસમા સહિત અન્ય બે લોકોનાં ત્રાસને કારણે આત્મહત્યાની ચીઠ્ઠી લખી હતી. આત્મહત્યા કેસમાં પોલીસ ધારાસભ્યની પૂછપરછ કરી શકે છે. 

નીતિન પરમાર- મૃતક

શું છે સમગ્ર મામલો

જૂનાગઢ જિલ્લામાં એક યુવકે સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.  મૃતક યુવાન ઝુઝારપુર ગામનો રહેવાસી છે. જેને ચોરવાડમાં આપઘાત કર્યો છે.  નીતિન પરમાર નામના યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક નીતિન પરમારે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત પ્રાચી ગામના મનુભાઇ કવા અને ભનુભાઇ કવાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. 

હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા

સ્યુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’ આ અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.  બીજી તરફ આપઘાતને લઈ ચોરવાડ હોસ્પિટલના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં કાળા કલરની કારમાં નીતિન પરમારને લાવતા કેટલાક શખ્સો નજરે પડે છે.. તો આ અંગે  ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે  મૃતક નીતિન તેમના માસીનો દીકરો થાય છે. મને બદનામ કરવાનું કાવતરૂ છે..હું બે વર્ષથી નીતિનના સંપર્કમાં નથી,કોઇ વ્યવહાર ન હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Parmar fsl report increase in trouble junagadh એફએસએલ રિપોર્ટ જૂનાગઢ નીતીન પરમાર મુશ્કેલી વધારો junagadh

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ