બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / ગુજરાત / news_detail-25240

NULL / NULL

SudhirRawal

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

માંડવી તાલુકાના હમલા(મંજલ) ગામે આજથી 16 દિવસ પુર્વે ગુમ થયેલા એક ક્ષત્રિય આધેડના મામલામાં નવો વણાંક આવ્યો છે અને ગુમ થયેલ આધેડની હત્યા અન્ય કોઇએ નહી પરંતુ ખુદ તેની પત્ની બે પુત્રી અને અન્ય બે સાગરીતોએ સાથે મળી કરી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. ગુમ થયેલા આધેડની તપાસ દરમીયાન પરિવારની પુછપરછમા પત્નીએ હત્યાની કબુલાત કરી હતી અને તેની લાશ પુલ પરથી નિચે ફેકી હોવાનુ પણ કબુલ્યુ હતુ હાલ પોલિસે પત્ની અને બે પુત્રીની ધરપકડ કરી છે.

તારીખ 04 ફેબ્રુઆરી હમલા મંજલ ગામના હઠુભા જાડેજા અચાનક ગુમ થઇ ગયા અને તેની પત્નીએ તેની સાથેજ રહેતા હઠુભાના ભાઇને ગુમ થયા અંગે જાણ કરી પરિવારે ભારે શોધખોડ કરી પરંતુ ગુમ હઠુભાનો કોઇ પતો લાગ્યો નહી જેથી તારીખ 6ના આ અંગે પોલિસમાં જાણ કરાઇ જો કે પોલિસે થોડા દિવસ માટે રાહ જોવાનુ કહ્યા બાદ ગુમ હઠુભાની ભાડ મેળવવા તપાસ કરી અને તેમાં કઇક અલગજ સત્ય બહાર આવ્યુ તેની હત્યા અન્ય કોઇને નહી પરંતુ ખુદ તેની પત્નીએ અન્ય ચાર લોકો સાથે મળી કરી હોવાનુ સામે આવ્યુ જેથી પરિવારના અન્ય સભ્યો શોકમાં છે.

હઠુભા ગુમ થયાની ફરીયાદ બાબતે પોલિસે પરિવારની પુછપરછ કરી હતી અને તેમાં ચોક્કસ કડી મળતા પોલિસે પરિવારની ઉંડાણ પુર્વક પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેની પત્ની ઉર્મીલાબા એ પોતેજ પોતાની પુત્રી સાથે મળી તેની હત્યા કરી હોવાનુ કબુલાત આપી હતી સાથે તેની લાશ એક કારમાં લઇ જઇ ગઢશીસા નજીક એક પુલ નીચે ફેકીં દીધઈ હોવાનુ પણ કબુલ્યુ હતુ. જેથી પોલિસે લાશનો કબ્જો લઇ હત્યા કરનાર ઉર્મીલાબા તેની પુત્રી પુજાબા તેની અન્ય પુત્રી ધર્મીષ્ઠાબા અને અન્ય બે શખ્સો હરેશ ગઢવી અને હિરબાઇ ગઢવીની સામે ફરીયાદ નોંધી બે પુત્રી અને મૃત્કની પત્નીની ધરપકડ કરી છે.

શા માટે ધડાયો હત્યાનો પ્લાન
મૃતક હઠુભાને બે પુત્રો અને બે પુત્રી સહિત ચાર સંતાનો છે. જેમાંથી પહેલી પુત્રીના લગ્ન થયા બાદ તે પરત આવી છે. અને તેવામાં નાની પુત્રી પુજાના સગપણ ક્યાક નક્કી થયા હતા જે તોડી નાંખવા બાબતે હઠુભા અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી અને આજ તકરાર 4 તારીખે પણ થઇ હતી અને તેમાં પત્નીએ ધોકા વડે માથામાં વાર કરી ઠંડા કલેજે તેની હત્યા કરી નાંખી અને ત્યાર બાદ બે પુત્રી અને તેના ઓળખીતા સાથે મળી લાશને ઠેકાણે લગાવવાનો પણ પ્લાન બનાવ્યો. જો કે અંતે તેનો પ્લાન પોલિસે નિષ્ફળ બનાવ્યો અને 16 દિવસ બાદ સત્ય સામે આવ્યુ જેમાં હાલ હત્યારી પત્ની અને પુત્રી પોલિસની ગીરફ્તમાં છે. અને અન્ય બે સાગરીતોને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.

જો કે નાના એવા ગામમાં બનેલી મોટી ધટના બાદ તેના સમાજના અન્ય લોકો અને ગ્રામજનો શોકમાં છે. સાથે પોલિસની કામગીરી ધીમી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. સાથે અન્ય આરોપીઓ જલ્દી પોલિસ પકડમાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. કેમકે અગાઉ પોલિસ મથકે ગુમનોંધ નોધાવ્યા સમયે પણ પોલિસે ઝડપી તપાસ ન કરી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

જો કે ગુમનોંધની તપાસમા સત્યની કડી મળ્યા બાદ પોલિસે ઝડપી કાર્યવાહી કરી છે. અને પહેલા મૃત્કની લાશ શોધ્યા બાદ હવે હત્યા કરનાર મુખ્ય પરિવારનાજ ત્રણ સભ્યોની પોલિસે ધરપકડ કરી છે. પરંતુ હજુ મદદગાર શખ્સો પોલિસની પકડથી દુર છે. જેને પુરાવાનો નાશ કરવા સહિત હત્યામાં મદદ કરી છે. જો કે ધરેલુ કંકાસની સાથે અન્ય કારણ પણ હત્યા પાછળ હોય તેવી આંશકા છે. જેને શોધવા પણ પોલિસ ગુપ્ત રીતે તપાસ કરી રહી છે. પરંતુ હાલ નાનકડી વાતમાં પત્નીએ ઠંડા કલેજે તેના શિદુંરનુ ખુન કર્યુ છે. અને તેમાં પિતાની બે લાડલી દિકરીઓએ પણ સાથ આપ્યો જો કે હાલ ત્રણે હત્યારા પોલિસ ગિરફ્તમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ