દરેક વ્યક્તિના શરીર પર કોઈને કોઈ જગ્યાએ તલ તો હોય જ છે. આ તલનું જુદી જુદી જગ્યાએ હોવું તેનું પણ સામુદ્રિકશાસ્ત્રમાં અનેરું મહત્વ છે. તેના પરથી વ્યક્તિના ભવિષ્ય વિશે પણ જાણી શકાય છે. તલ શરીરના કયા અંગ પર આવેલું છે તેના આધારે વ્યક્તિનું ફળ કથન કરવામાં આવે છે.
જાણો શરીરના કયા અંગ પર તલ હોય તો તે વ્યક્તિ અમીર બને છે.
- શાસ્ત્ર મુજબ જેના જમણા ગાલ પર તલ હોય તેની પાસે અઢળક ધન-સંપત્તિ હોય છે.
- જેના હોઠના ઉપરના ભાગ પર તલ હોય તે પણ ધનવાન બને છે. આવી વ્યક્તિ સ્વભાવના જીદ્દી પણ હોય છે.
- જેના નાકની નીચે તલ હોય છે તે પણ ધનવાન હોય છે અને તેઓ યાત્રાઓ પણ ખૂબ કરે છે.
- જેની કમર પર તલ હોય છે તેમનું જીવન પણ સુખ-સુવિધાઓથી ભરપૂર હોય છે. પરંતુ તેમ છતાં તેમનું મન અશાંત હોય છે.
- કપાળમાં ભ્રમરની વચ્ચે તલ હોય તેઓ પણ ધનવાન બને છે.
- જેના પગના તળિયામાં તલ હોય છે તેઓ પણ યાત્રાઓ ખૂબ કરે છે અને ધનની પણ ખામી હોતી નથી.
- નાભિની નીચે તલ હોય તે પણ સમૃદ્ધ જીવન જીવે છે.
- છાતિની જમણી બાજુ તલ હોય તેની પાસે પણ અઢળક ધન હોય છે.