અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત છે. લીલયા પંથકમાં અનરાધાર વરસાદ છે. તો ક્રાંકચની ગાંગડીયા નદીમાં પૂર આવ્યું છે અને નદી ગાંડી તૂર બનતા ક્રાંકચનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ તરફ સાવરકુંડલામાં પણ વરસાદ પડયો છે. વડા સહિતના વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડયો છે. આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેને લઇને સ્થિતિની સમીક્ષા માટે જિલ્લા તંત્રના અધિકારીઓની બેઠક યોજવામાં આવી છે અને તાલુકા મથકોના અધિકારીઓને હેડ~વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
અમરેલી
પાછલા 24 કલાકની અંદર અમરેલી જિલ્લામાં વરસાદે જાણે માજા મુકી છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદ ધારી અને લાઠી જેવા તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. મેઘરાજાએ કયાંક મહેર તો કયાંક કહેર વરસાવ્યો છે. રાજુલા ઉના અને ગીર ગઢડામાં 3 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર સર્જાયા હતા મેઘ તાંડવના દ્રશ્યો..
ભાવનગર
ભાવનગર જિલ્લા સહિત શહેરમાં સતત બીજા દિવસે પણ મેઘસવારી યથાવત રહી હતી. રવિવારે બપોરે ભાવનગર શહેર સહિત અન્ય તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે શહેરના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લામાં સરેરાશ અડધાથી 2 ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો.
વલસાડ
ચોમાસાની પ્રારંભથી જ મેઘરાજાની કૃપા વરસી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં મેઘમહેર અવિરત છે. બે દિવસથી શરૂ થયેલા વરસાદથી તમામ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ પડ્યો છે.તો બીજી તરફ સુરત જીલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા. તો ભાવનગરના ગારીયાધારમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ત્યારે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તો ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા હતા. આથી તાપી જિલ્લામા આ વર્ષે મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરી છે સવારથી શરૂ થયેલ વરસાદ શરેરાશ 225 એમ એમ જેટલો વરસ્યો હતો.
સુરત
સુરત જીલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કામરેજમાં અત્યાર સુધીમાં 80 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લા ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો પર ઠેરઠેર પાણી ભરાયા હતા. ઠંડા પવન સાથે આવેલા વરસાદથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી પરંતુ વરસાદ અવીરત ચાલું રહેતા સવારે નોકરી પર જતા લોકો હેરાન થયા હતા.
વલસાડ
રાજ્યમાં ચોમાસુ સક્રિય બન્યુ છે ત્યારે ચોમાસા દરમિયાન ભરતીના કારણે વલસાડના તીથલ દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો અને મોટી ભરતીના કારણે દરિયા કિનારે 10થી 12 ફૂટ મહાકાય મોજા ઉછળ્યા હતા. દરિયાનો આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને વલસાડવાસીઓ ઉમટી પડયા હતાં. જોકે ભરતીના સમયે જે પ્રકારે તંત્રની વ્યવસ્થા હોવી જોઇએ તે જોવા ન મળતા તંત્રની ઉદાસીનતા સામે આવી છે. ભરતીના સમયે લોકોને અમુક અંતરથી દરિયામાં આગળ ન જવા દેવા જોઇએ કારણ કે ભૂતકાળમાં દરિયામાં ખેંચાઇને ડૂબી જવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર સુચના દર્શાવતા બોર્ડ મુકીને કામગીરી બજાવતા હોય તેવુ લાગી રહ્યું છે.
દાદરાનગર હવેલી
તો આ તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડતા જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ભારે વરસાદના કરાણે સેલવાસ ખેરડી ગામનો રોડ તુટી પડતા. ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. તો ખાડીના કો{વે પર પાણી ભરાયા જતા વાહનો ફસાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
તાપી
તાપી જિલ્લામા આ વર્ષે મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરી છે આજથી શરૂ થયેલ વરસાદ કારમે સમગ્ર જિલ્લામાં આનંદ ની લાગણી ફેલાઈ છે આજે સવાર થી શરૂ થયેલ વરસાદ શરેરાશ 225 એમ એમ જેટલો વરસ્યો હતો ઉકાઈ ડેમ માં પણ નવા નીર ની શરૂઆત થતા ડેમના ઉપરવાસ માંથી લઘભગ 4 હજાર યુસેક પાણી ની આવક થઈ છે જેને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદ ની લાગણી પ્રસરી છે અને ધરતી પુત્રો ખેતીમાં જોતરાઈ ગયા છે.